રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ5 જૂન, 2025| Super Admin

પાટણ-ઊંઝા હાઇવે પર ડુંગરીપરાના પાટીયા થી હાસાપુર સુધી ના નવિન માગૅનું ખાતમુહુર્ત કરાયું

પાટણ-ઊંઝા હાઇવે પર ડુંગરીપરાના પાટીયા થી હાસાપુર સુધી ના નવિન માગૅનું ખાતમુહુર્ત કરાયું
પાટણ ધારાસભ્યે આ નવિન માગૅ ની કામગીરી ગુણવત્તા યુક્ત કરવા સુચના આપી; પાટણ ઊંઝા હાઇવે પર ડુંગળીપરાના પાટીયા થી બાબરા મંદિર થઈ હાસાપુર ગામ સુધી ના ઉબડખાબડ બનેલા રોડ ના નવિનીકરણ મામલે વિસ્તારના લોકો ની રજુઆત ના પગલે મંજૂર થયેલ આ નવિન માગૅ નું પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલના વરદ હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું, આ માગૅ ના નવિનીકરણ ના ખાતમુહુર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે જણાવ્યું હતું કે આ માગૅ ઉબડખાબડ બનતાં વિસ્તારના લોકોને અનેક મુશ્કેલીઓ ભોગવવી પડતી હતી અને ચોમાસા દરમ્યાન માગૅ પરના ખાડાઓમાં વરસાદ ના પાણી ભરાતાં અકસ્માત ની સંભાવનાઓ પ્રબળ બની હતી ત્યારે આ માગૅ ના નવિનીકરણ થી વિસ્તારના લોકોની સમસ્યા દુર થશે તેમ જણાવી આ નવિન માગૅ નું કામ સુવ્યવસ્થિત રીતે ગુણવત્તા યુક્ત કરવા તેઓએ એજન્સી ને સુચના આપી હતી.

સંબંધિત સમાચાર