રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
ઉત્તર ગુજરાત11 જુલાઈ, 2026| Super Admin

રાજપુરા-દુધવા રોડની દયનીય સ્થિતિ, ગ્રામજનો મુશ્કેલીમાં

રાજપુરા-દુધવા રોડની દયનીય સ્થિતિ, ગ્રામજનો મુશ્કેલીમાં

 ઉત્તર ગુજરાતના સુઈગામ પંથકમાં માર્ગોની દુર્દશા અને તંત્રની ઉદાસીનતાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં હવે રાજપુરા-દુધવા માર્ગ પણ સામેલ થયો છે. સુઈગામ-રાધનપુર સ્ટેટ હાઈવેને જોડતો અંદાજે 2.65 કિલોમીટર લાંબો આ સિંગલ પટ્ટી માર્ગ હાલ અત્યંત ખખડધજ હાલતમાં છે. છેલ્લા દસ વર્ષથી આ રોડ પર એક પણ વખત રિસરફેસિંગ કે મરામતની કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે હજારો ગ્રામજનો માટે રોજિંદી અવર-જવર કરવી પડકારજનક બની ગઈ છે.રાજપુરા ગામના લોકો માટે આ માર્ગ એકમાત્ર કનેક્ટિવિટી છે. રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનોના ટાયર અને એન્જિનને ભારે નુકસાન થઈ રહ્યું છે. ડામરનું નામ નિશાન ન હોવાથી ઉખડી ગયેલી તીક્ષ્ણ કાંકરીઓ વાહનચાલકો માટે જીવનું જોખમ ઊભું કરી રહી છે. રોજગાર અર્થે અવર-જવર કરતા ખેડૂતો, નોકરિયાતો અને શિક્ષણ માટે જતા વિદ્યાર્થીઓ આ માર્ગ પરથી પસાર થતી વખતે ડર અનુભવે છે. ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માત થવાની ભીતિ સતત રહે છે.સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે ગત વર્ષે જુલાઈ મહિનામાં આવેલા વિનાશક પૂરના કારણે આ માર્ગ લગભગ ચાર મહિના સુધી પાણીમાં ગરકાવ રહ્યો હતો. તે સમયે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. પૂરના પાણી ઓસર્યા બાદ રોડની સ્થિતિ વધુ જર્જરિત થઈ ગઈ હતી, પરંતુ તંત્રએ કુંભકર્ણની નિદ્રામાં હોવાનું જણાવી કોઈ પણ પ્રકારના સમારકામ કે રિપેરીંગની તસ્દી લીધી નથી.આ ગંભીર સમસ્યાને લઈને રાજપુરા ગ્રામ પંચાયતના સરપંચ હેતલબેન જીવરાજભાઈ સિસોદિયાએ તાત્કાલિક અસરથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. જેમાં માર્ગની દુર્દશા વર્ણવીને તાત્કાલિક રિસરફેસિંગની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોનો આક્રોશ સ્પષ્ટ છે કે જો વહેલી તકે આ માર્ગનું કામ હાથ ધરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે જાગે છે અને ગ્રામજનોને આ હાલાકીમાંથી ક્યારે મુક્તિ મળે છે.

સંબંધિત સમાચાર