રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
ઉત્તર ગુજરાત11 જુલાઈ, 2026| Super Admin

થરાદ તાલુકાના ગણેશપુરા ગામમાં આડા સંબંધોના કારણે પત્નીએ ખેતર માલિક સાથે મળીને પતિ ગમા ઠાકોરની કરી હત્યા

થરાદ તાલુકાના ગણેશપુરા ગામમાં આડા સંબંધોના કારણે પત્નીએ ખેતર માલિક સાથે મળીને પતિ ગમા ઠાકોરની કરી હત્યા

થરાદ તાલુકાના ગણેશપુરા ગામની સીમમાં  ખેતરમાં ભાગ રાખીને રહેતા આધેડ પતિની રાત્રિના સમયે પ્રેમમાં અંધ બનેલી પત્નીએ તેના પ્રેમી અને અન્ય સબંધી સાથે મળી ગળેટૂંપો આપી તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચાડી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ અંગે મૃતકના નાના ભાઈ સુરેશભાઇ વાઘાજી ઠાકોરે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા કરનાર ત્રણેયની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. જોકે આધેડ પત્નીએ તેના પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં પત્ની વિરુધ્ધ ફિટકાર વરસ્યો હતો.પોલીસ તપાસ અને મૃતકની બન્ને પુત્રીઓની નજરે જોયેલ હકીકત મુજબ, મૃતક ગમાભાઇની પત્ની નર્મદાબેન ઉર્ફે નબાબેનને સ્થાનિક ખેડૂત પ્રેમજી કાળાભાઇ પટેલ (રહે. ગણેશપુરા) સાથે આડા સંબંધો હતા  પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બનતા પતિને રસ્તામાંથી હટાવવા માટે પત્નીએ તેનો પ્રેમી પ્રેમજી પટેલ અને મુકેશ માવાજી ઠાકોર (રહે. ઇઢાટા, હાલ રહે. ગણેશપુરા) એ ભેગા મળી ગમાભાઇની હત્યા કરવાનું પૂર્વયોજિત કાવતરૂં ઘડ્યું હતું.ગત તારીખ ૦૮/૦૭/૨૦૨૬ ના રોજ રાત્રિના સમયે પ્રેમજી અને મુકેશ યોજના મુજબ ખેતરે આવ્યા હતા. મૃતકની પત્ની અને પ્રેમજીને વાતો કરતા જોઈ ગમાભાઇ જાગી જતાં તેમણે વિરોધ કર્યો હતો. આ દરમ્યાન ઉશ્કેરાઈ જઈને પત્ની નર્મદાએ લાકડાનું પાટીયું ગમાભાઇના કપાળ તથા માથાના ભાગે ફટકારી દીધું હતું, જેથી તેઓ નીચે ઢળી પડ્યા હતા. ત્યારબાદ પ્રેમજી અને મુકેશે ગમાભાઇને પકડી રાખી, ગળાના ભાગે દોરડું (રસ્સી) વીંટાળી, સામસામે ખેંચીને નિર્દયતાપૂર્વક ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા.ઘટનાની જાણ થરાદ પોલીસ મથકે થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સરપંચ  અને સ્થાનિકોની હાજરીમાં પંચનામું કરી લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ થરાદ ખાતે લાવવામાં આવી હતી, જ્યાંથી વધુ ફોરેન્સિક પીએમ માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે.. હત્યા કરનાર ત્રણેય વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી.  ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ હત્યા અને ગુનાહિત કાવતરાનો ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.આ ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓના નામનર્મદા ઉર્ફે નબાબેન ગમાભાઇ ઠાકોર (મૃતકની પત્ની)
પ્રેમજી કાળાભાઇ પટેલ (પ્રેમી)મુકેશ માવાજી ઠાકોર (સાગરીત)વાવ થરાદ જિલ્લામાં હત્યાના બનાવોમાં મોટા ભાગે પ્રેમ પ્રકરણ સામે આવી રહ્યું છે ત્યારે વધુ એક આધેડ ઉમરે પ્રેમમાં પાગલ બનેલી પત્નીએ પ્રેમી સાથે મળી પતિની ગળે ટૂંપો દઈ હત્યા કરતા રહ્યા ને પતિ ટળવળતા મોતને ભેટ્યા હતો. પત્નીએ આખરે ધોળામાં ધૂળ નાખી પ્રેમમાં પડી પતિને ભરખી જતાં સમગ્ર પંથકમાં પ્રજામાં અરેરાટી સાથે હત્યારી પત્ની વિરુદ્ધ ફિટકાર વરસાવ્યો હતો.

સંબંધિત સમાચાર