રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા28 એપ્રિલ, 2026| Super Admin

કેસરીયો માહોલ : જુનાડીસા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો ભવ્ય વિજય

કેસરીયો માહોલ : જુનાડીસા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો ભવ્ય વિજય

નવો ઇતિહાસ આલેખાયો : ગામની એકતા અકબંધ

​તાલુકા પંચાયતની બંને બેઠકો ઉપર પણ કમળ ખીલ્યું

ડીસા તાલુકાના કોમી એકતા માટે વિખ્યાત એવા જુનાડીસા ગામની જિલ્લા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત હાસલ કરી નવો ઇતિહાસ આલેખ્યો છે. ભાજપ દ્વારા આ બેઠક પર સર્વસંમત અને લોકપ્રિય યુવા સ્થાનિક ઉમેદવાર શ્રીમતી આંચલબેન યશકુમાર બ્રહ્મભટ્ટને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જે પક્ષ માટે માસ્ટરસ્ટ્રોક સાબિત થયો છે.

નવનિયુક્ત જિલ્લા ડેલીગેટ ​આંચલબેન બ્રહ્મભટ્ટના વિજયમાં તેમના સસરા અને વિસ્તારમાં 'જગડુસા' તરીકે જાણીતા દિલીપભાઈ બ્રહ્મભટ્ટની અપાર લોકચાહનાએ મહત્વની ભૂમિકા ભજવી છે. દિલીપભાઈએ અગાઉ સરપંચ તરીકે ગામમાં સામાજીક સમરસતા સાથે કરેલા વિકાસ કામોને કારણે તેમને ગામની અઢારે આલમનું અભૂતપૂર્વ સમર્થન પ્રાપ્ત થયું હતું. રવિવારે થયેલા ભારે મતદાન બાદ મંગળવારે હાથ ધરાયેલી મત ગણતરીમાં અપેક્ષા મુજબ આંચલબેને વિપક્ષી ઉમેદવારને મોટા અંતરથી હરાવી ભવ્ય વિજય મેળવ્યો હતો. જીતની જાહેરાત થતા જ ભાજપના કાર્યકરો અને શુભેચ્છકોએ આંચલબેનને ફૂલહાર પહેરાવી ઉત્સાહભેર વધાવી લીધા હતા. આ પ્રસંગે યોજાયેલી વિશાળ શોભાયાત્રામાં મત વિસ્તારના ગામોના તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ડીજેના તાલ સાથે જીતનો જશ્ન મનાવ્યો હતો.

​નવનિયુક્ત જિલ્લા પંચાયત ડેલીગેટ આંચલબેન બ્રહ્મભટ્ટે આ તકે તમામ મતદારોનો આભાર માનતા ખાતરી આપી હતી કે, તેઓ મત વિસ્તારના સર્વાંગી વિકાસ દ્વારા પ્રજાના વિશ્વાસને સાર્થક કરી બતાવશે. ભાજપની તાલુકા  પંચાયત બેઠકના શ્રીમતી શારદાબેન રમેશભાઈ  અનાવાડિયા અને સુરેશભાઈ પઢીયારની પણ જીત થતા ગામલોકોની ખુશી બેવડાઈ છે. ભાજપના ઉમેદવારોની આ ભવ્ય જીતથી જુનાડીસા ગામમાં એકતા અકબંધ રહેવા સાથે ભાઈચારાની ભાવના પણ વધુ મજબૂત બની છે.

સંબંધિત સમાચાર