રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
પાટણ29 માર્ચ, 2025| Super Admin

પાટણમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક સાથે ફલેગ માચૅ કરાયું

પાટણમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક સાથે ફલેગ માચૅ કરાયું
પાટણ શહેરમાં આગામી દિવસોમાં આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસે શાંતિ સમિતિની બેઠક તેમજ ફલેગ માચૅ યોજી મોટી કવાયત હાથ ધરી છે. આગામી દિવસોમાં પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાન ની જન્મ જયંતી મહોત્સવ,રમજાન ઈદ,રામ નવમી અને ચેટીચંદ જેવા મહત્વપૂર્ણ તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી શુક્રવારે સાંજે એ- ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિ ની બેઠક યોજવામાં આવી હતી. આ શાંતિ સમિતિ ની બેઠક પૂણૅ થયા બાદ સિધ્ધપુર ડીવાયએસપી પંડયાની આગેવાનીમાં પોલીસે ફ્લેગ માર્ચ યોજ્યું હતું. આ ફ્લેગ માર્ચમાં મોટી સંખ્યામાં વિવિધ વિભાગોના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા. જેમાં 5 પોલીસ ઇન્સ્પેક્ટર, 12 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, કમાન્ડો ફોર્સના 20 જવાનો અને 100 પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ફ્લેગ માચૅ મામલે ડીવાયએસપી પંડયાએ જણાવ્યું હતું કે ફ્લેગ માર્ચ બાદ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવશે. આમાં કોમ્બિંગ ઓપરેશન, ધાબા ચેકિંગ અને હોટલ ચેકિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવશે. આ પગલાંથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહેશે અને નાગરિકો તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરી શકશે.

સંબંધિત સમાચાર