રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 જુલાઈ, 2026| Super Admin

પાલનપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે કરાટે ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ યોજાઈ

પાલનપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે કરાટે ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ યોજાઈ

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ધનીયાણા ચોકડી પાસે આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતેની નિહોન શોતોકન કરાટે એસોસિયન દ્વારા "પ્રથમ ઉત્તર ગુજરાત NSKA કરાટે ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ" નું આયોજન કરવામાં આવેલ. આ ટુર્નામેન્ટમાં બનાસકાંઠા જિલ્લા ઉપરાંત વાવ થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ જિલ્લા તથા અમદાવાદ શહેરના આશરે 410 કરતાં વધુ કરાટે સ્પર્ધકોએ ભાગ લીધેલ. જેમાં અન્ડર-14, અન્ડર-17, અન્ડર-19 અને ઓપન એજ એ મુજબ પુરુષ તથા મહિલા એમ બે વિભાગમાં અલગ અલગ વજન કેટેગરીને આધીન કરાટે સ્પર્ધા યોજાયેલ. જેમાં કરાટે કોચ, રેફરી તથા અમ્પાયર દ્વારા સ્પર્ધકોને રમત પ્રત્યે ખેલદિલી રાખવાનું શીખવવામાં આવેલ.

પ્રથમ વખત પાલનપુર ખાતે યોજાયેલ આ કરાટે ટુર્નામેન્ટમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકર, સદ્દભાવના ગૃપના હરેશભાઇ ચૌધરી, જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ ઉપરાંત જાગૃત નાગરિકો તથા સ્પર્ધકોના વાલીઓ ઉપસ્થિત રહેલ. જેમાં 100 થી વધુ સ્પર્ધકોને વિવિધ રેન્કમાં પ્રથમ સ્થાન મેળવતાં ગોલ્ડ મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ. સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન કરાટે સિંહાન જયેશ પ્રજાપતિ, ભાવેશ પ્રજાપતિ, દીપક શર્મા, ભરત પ્રજાપતિ, અશ્વિન પ્રજાપતિ તેમજ સેન્સાઇ વિવેક પ્રણામી દ્વારા વરસાદી માહોલમાં પણ સફળ આયોજન કરવામાં આવેલ.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર