રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા29 ડિસેમ્બર, 2025| Super Admin

જુનાડીસાની બનાસ નદીમાં ગેરકાયદે રેત ખનન મુદ્દે ઉગ્ર રજૂઆત

જુનાડીસાની બનાસ નદીમાં ગેરકાયદે રેત ખનન મુદ્દે ઉગ્ર રજૂઆત
સરપંચ અને સભ્યોની ડમ્પરોની હેરાફેરી બંધ કરાવવાની માંગ જુનાડીસા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો દ્વારા બનાસ નદીમાં ગેરકાયદે રેત ખનન અને ઓવરલોડ ડમ્પરો બંધ કરાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.ગામમાં રેત માફિયાઓના વધતા જતા ત્રાસના કારણે સરપંચ અમૃતભાઈ જે. પુનડીયા અને સભ્યો દ્વારા ગ્રામ્ય મામલતદાર, ડીસા ના.કલેક્ટર તથા તાલુકા પીઆઈને લેખિત રજૂઆત કરવામાં આવી છે.જેમાં જુનાડીસાથી શાંતિધામ તરફ જતા એપ્રોચ રોડ તેમજ રાજપુર તરફના રોડ પરથી રેત ખનન વાહનોની અવરજવર બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ રેત ખનન પ્રવૃત્તિઓના કારણે માર્ગો નુકસાનગ્રસ્ત બન્યા છે તેમજ ગામની શાંતિ અને સલામતી પર અસર પડી રહી છે. સાથે જ ડમ્પર ચાલક દ્વારા એક બાળકને ઇજા પહોંચાડેલ છે. આ રોડ માત્ર જુનાડીસા સિદ્ધેશ્વરી માતાના મંદિરના શ્રદ્ધાળુઓ માટે બનેલ છે પરંતુ હાલમાં આ રોડ જોખમી બન્યો છે. જેના લીધે નિર્દોષ લોકો આનો ભોગ ના બને એ હેતુસર ગામના હિતમાં હાલ તો રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં જો લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગામના હિતમાં ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ઉચ્ચ સ્તરે રજૂઆત કરાશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.    

સંબંધિત સમાચાર