રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા17 જુલાઈ, 2025| Super Admin

જુનાડીસા ગામે કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન

જુનાડીસા ગામે કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન
રૂરલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી; ડીસા તાલુકાના જુનાડીસા ગામે શાળાએ જતી ૭ વર્ષની માસૂમ કિશોરી સાથે અશ્લીલ વર્તન કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. મળતી માહિતી મુજબ, ગામની શાળાની આગળ દુકાન ચલાવતા મંજુર જાનુભાઈ મેમણ નામના વિકૃત ઈસમે કિશોરીનો હાથ ખેંચી સાઈડમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા. કિશોરી આ ઘટનાથી ભયભીત થઈ ગઈ હતી અને ઘેર જઈને પિતાને સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી. જેથી તેના પિતાએ તાત્કાલિક ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતા પારખી તાત્કાલિક આરોપી મંજુર મેમણને ઝડપી લીધો હતો અને પોસ્કો સહિતના કાયદાની યોગ્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી જેલમાં ધકેલી દીધો હતો.આ જઘન્ય કૃત્યને લઈ ગામલોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને લોકો આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે ત્યારે આવી ઘટના ફરી ન બને તે માટે પોલીસ દ્વારા આજે ગામમાં આરોપીનો વરઘોડો કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું.ત્યારે ઉમટી પડેલા લોકોના ટોળેટોળાએ આરોપી ઉપર ફિટકાર વરસાવ્યો હતો.પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર