રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 જૂન, 2026| Super Admin

જુનાડીસા ગ્રામ પંચાયતની જાહેર સભા : વિકાસ કામોની ચર્ચા- વિચારણા

જુનાડીસા ગ્રામ પંચાયતની જાહેર સભા : વિકાસ કામોની ચર્ચા- વિચારણા

અમુક વિભાગના અધિકારીઓ ગેરહાજર રહેતા ગ્રામજનોમાં નારાજગી

ડીસા તાલુકાના જુનાડીસા ગામે સિદ્ધ અંબિકા મંદિર ખાતે ગ્રામ પંચાયતની સામાન્ય સભા યોજાયેલ.જેમાં ગામના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા- વિચારણા કરવામાં આવી. સરપંચ અમૃતભાઈ જે. પુનડીયા તથા જિલ્લા ડેલિગેટ આંચલબેન બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે ગ્રામજનોને માહિતી આપવામાં આવી.

સભા દરમિયાન ગ્રામજનોએ રસ્તા, પાણી, સફાઈ સહિતના અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાંથી કેટલાક પ્રશ્નોનું દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, ફારૂકભાઈ દાણી અને હાજર સરકારી અધિકારીઓના સહયોગથી સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.જોકે, અમુક વિભાગોના અધિકારીઓ ગેરહાજર રહેતા કેટલાક પ્રશ્નોનો ઉકેલ આવી શક્યો ન હતો.જેને લઈને ગ્રામજનોમાં નારાજગી જોવા મળી હતી. ગ્રામ પંચાયત દ્વારા ગેરહાજર અધિકારીઓને નોટિસ પાઠવી ખુલાસો માંગવાની ખાતરી પણ આપવામાં આવી હતી. સભાના અંતે ગામના પારદર્શક અને સર્વાંગી વિકાસ માટે જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારી- પદાધિકારીઓ સાથે ગામના આગેવાનો દ્વારા વિકાસલક્ષી ચર્ચા કરવામાં આવી હતી.

ટેગ્સ:#Junadisa

સંબંધિત સમાચાર