રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ9 મે, 2026| Super Admin

પાટણમાં દારૂબંધી માત્ર કાગળ પર? જાહેર રસ્તા પર દારૂની પોટલીઓ દેખાતા તંત્ર સામે સવાલ

પાટણમાં દારૂબંધી માત્ર કાગળ પર? જાહેર રસ્તા પર દારૂની પોટલીઓ દેખાતા તંત્ર સામે સવાલ

પાટણ શહેરમા દારૂબંધી ની વાતો પોકળ સાબિત થતી હોય તેમ શહેરના ગરનાળા વિસ્તારમાં સંસ્કાર ગાર્ડન સામે જાહેર માર્ગ પર ખુલ્લે આમ દેશી દારૂની ખાલી પોટલીઓનો જથ્થો ફેકાયેલ જોવા મળ્યો હતો. આ દેશી દારૂ ની ખાલી પોટલીઓ મામલે પાટણ શહેર કોગ્રેસ પ્રમુખ દિપક પટેલે જણાવ્યું હતું કે એક તરફ પાટણ પોલીસ દ્વારા શહેરમાં દારૂબંધી ની સુફિયાણી વાતો કરી રહી છે.

ત્યારે આવા જાહેર માગૅ પર દેશી દારૂની ખાલી પોટલીઓનો જથ્થો પોલીસની પોલ છતી કરવાની સાથે સાથે ઐતિહાસિક નગરીને બદનામ કરી રહી છે. તો શહેરના પ્રબુદ્ધ નગરજનો પણ આ દેશી દારૂની જથ્થાબંધ ખાલી પોટલીઓ જાહેર માગૅ પર ફેકાયેલી જોઈને શરમજનક સ્થિતિમાં મુકાવાની સાથે સાથે  ચિંતા વ્યકત કરી રહ્યા છે. આવી બાબતોને લઇવિસ્તારમાં રહેતા લોકો પણ પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ ચાલતા દેશી વિદેશી દારૂના દુષણને લઈ પોતાનો રોષ વ્યકત કરતાં જોવા મળ્યા હતા.આ દેશી દારૂની ખાલી પોટલીઓ મામલે શહેર કોગ્રેસ પ્રમુખે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી શહેરના જાહેર રસ્તાઓને દારૂના અડ્ડા બનાવી દેવા બદલ નગરપાલિકા અને જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવે અને વિસ્તારની સફાઈ સાથે કાયદેસરની કાર્યવાહી કરી જાહેર રસ્તાઓને ગંદકી અને નશાખોરીનું કેન્દ્ર બનતા રોકવા તેઓએ રોષ સાથે જણાવ્યું હતું.

ટેગ્સ:#patan#Administration

સંબંધિત સમાચાર