રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા31 માર્ચ, 2026| Super Admin

મુડેઠા ટોલ પ્લાઝા પર મોંઘવારીનો માર : આવતીકાલથી ટોલ ટેક્સના દરમાં 1 થી 5 ટકાનો વધારો

મુડેઠા ટોલ પ્લાઝા પર મોંઘવારીનો માર : આવતીકાલથી ટોલ ટેક્સના દરમાં 1 થી 5 ટકાનો વધારો

દર વર્ષે ભાવ વધારો થતા વાહનચાલકોમાં રોષ

ડીસા તાલુકાના મુડેઠાના ટોલ પ્લાઝા ઉપર એટલે કે 1 એપ્રિલથી ભાવ વધારો ઝીંકાતા વાહનચાલકો માટે દાઝયા ઉપર ડામ પુરવાર થયો છે. અને મુડેઠાના ટોલ પ્લાઝા પર નવા દરના બોર્ડ પણ મુકી દેવામાં આવ્યા છે. વાહનચાલકો પાસેથી નાના વાહનોમાં કોઇ વધારાનો ભાવ વધારવામાં આવ્યો નથી. માત્ર મોટા વાહનો પર જ 5 થી 20 રૂપિયા સુઘીનો ભાવ વધારવામાં આવ્યો છે. 

નેશનલ હાઇવે ઓથોરિટી હેઠળ દેશભરના તમામ ટોલનાકાઓ ઉપર અલગ-અલગ શ્રેણીના ટોલટેક્ષ વસૂલવામાં આવશે. ત્યારે ડીસા તાલુકાના મુડેઠાના ટોલ પ્લાઝા પર પણ એટલે કે 1 એપ્રિલથી નવા રેટ લાગું પડશે.‌ જેમાં નાના વાહનોમાં જેમાં કાર,જીપ, વાનમાં વધારો નથી થયો અને ઓવરલોડ અને ઓવરસાઈઝ અને સાત એકશલ સુધીના ભારે વાહનોમાં અલગ અલગ પ્રમાણે ભાવ વધારો આવતીકાલથી ઝીંકાશે. વાહનચાલકોને પોતાના ખિસ્સા હળવા થશે અને મોંઘવારીનો વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે.

પાલનપુરથી સામખીયારી કચ્છ જેમાં ડીસા તાલુકાના મુડેઠા ગામે ટોલ પ્લાઝા આવેલ છે. જેમાં હાઈવે રોડની બાજુમાં સર્વિસ રોડ ના હોવાથી વાહનચાલકોને ફરજિયાત ટોલના પૈસા ભરવા પડે છે અને સર્વિસ રોડની વર્ષોથી માંગ છે છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલ નથી. ડીસાના મુડેઠા અને કાંકરેજના ભલગામ જ્યારે બંને ટોલનાકાના અંતર 35 કિલોમીટરની નજીકમાં હોવાથી બંને ટોલનાકે વાહનચાલકોના ખીસ્સા હળવા થઈ રહ્યા છે. 

સંબંધિત સમાચાર