રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા25 જુલાઈ, 2025| Super Admin

ડીસા સહિત રાજ્યભરમાં પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ

ડીસા સહિત રાજ્યભરમાં પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ
માનવ જીવન સામે ગંભીર જોખમ : વૈજ્ઞાનિક પરીક્ષણ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. પ્લાસ્ટિકની થેલીઓ, ચા-કોફીના કપ, અને ઘર વપરાશની અનેક વસ્તુઓમાં પ્લાસ્ટિકનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્લાસ્ટિકનો આડેધડ નિકાલ માનવીઓ અને પશુઓ બંને માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ડીસા જેવા શહેરોમાં તો પ્લાસ્ટિકના ઢગલા સામાન્ય દૃશ્ય બની ગયા છે. રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે પાલિકા સ્તરે અનેકવાર સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં, પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આવા તત્વોને છૂટો દોર મળી રહ્યો છે. વધતો જતો પ્લાસ્ટિકનો ઉપયોગ માનવજીવન માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યો હોવાનું વૈજ્ઞાનિક પરીક્ષણો દ્વારા સામે આવ્યું છે. જેમાં પુરુષોના શુક્રાણુ અને મહિલાઓના ફોલિક્યુલર ફ્લુઈડમાં પણ માઈક્રોપ્લાસ્ટિકની હાજરીથી પ્લાસ્ટિકનો વધતો જતો ઉપયોગ હવે માનવ જીવન માટે એક ગંભીર ખતરો બની રહ્યો છે. પર્યાવરણને નુકસાન પહોંચાડવા ઉપરાંત, પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો, એટલે કે માઈક્રોપ્લાસ્ટિક, હવે આપણા શરીરના અત્યંત સંવેદનશીલ અંગો સુધી પહોંચી ગયા હોવાનું તાજેતરના અભ્યાસો દર્શાવી રહ્યા છે. આ પરિસ્થિતિ માનવ પ્રજનન ક્ષમતા માટે પણ જોખમ ઊભું કરી શકે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર