પાટણ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ખાણ-ખનીજ વિભાગે 645 ખનીજ ચોરીના કેસો કયૉ

રૂ. 32.12 કરોડના દંડ સામે રૂ. 13 કરોડ ની વસૂલાત કરી
પાટણ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ 9,68,981.45 મેટ્રિક ટન રેતી અને માટી સહિતના ખનીજની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.જે બદલ ખાણ ખનીજ વિભાગે 645 કેસો કરી રૂ.32.12 કરોડનો દંડ પણ ફટકાર્યો છે જે પૈકી રૂ. 13.39 કરોડની વસુલાત થઈ ચૂકી છે. અને બાકી રકમની રિકવરી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.પાટણ જિલ્લામાં વર્ષ 2024 અને 2025 માં ખનીજચોરીનાં સૌથી વધુ 645 કેસ પકડ્યા છે અને રૂ.13.39 કરોડની વસુલાત કરી છે.
આ બાબત સરકારનાં ધ્યાને આવતાં ખનીજ ચોરી પકડવા માટે વધુ ત્રણ કર્મચારીઓ અને વધુ બે વાહનો આપ્યા છે.અને સર્વેલંસ સઘન કરાયું છે. સાથે સ્વરક્ષણ માટે વધુ ત્રણ સિક્યુરિટી પણ અપાશે તેવું મદદનીશ ભૂસ્તર શાસ્ત્રીએ જણાવ્યું હતું.પાટણ જિલ્લામાં ગેરકાયદે રેતી ભરીને દોડતા ડમ્પર પકડતા ખનિજચોરો બેફામ બની અધિકારી સહિત કર્મચારીઓ ઉપર હુમલા કર્યા છે.તો છેલ્લા એક વર્ષમાં દંડ નાં કરવા કચેરીમાં આવી ધમકી આપવા સહિત રસ્તા ઉપર ગે.કા રેત ભરેલા ડમ્પર પકડતા અધિકારી અને કર્મચારીઓ પર હુમલા થયા છે.સાથે વોટ્સએપ ગ્રુપ અને અધિકારીનીગાડીમાં GPS લગાવી જાસૂસી પણ થઈ હોવાની ઘટનાઓ બની છે.જેના કારણે તંત્ર એ મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી ની ચેમ્બરથી માંડીસમગ્ર કચેરીમાં પણ સીસીટીવી લગાડવા પડ્યા છે.વર્ષ 2024 7.93 લાખ મેટ્રિક ટન ખનીજ ચોરીઅને વર્ષ 2025 મા 1.75 લાખ મેટ્રિક ટન ખનીજ ચોરી પકડી હોવાનું જાણવા મળ્યું છે
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણના સિદ્ધિ સરોવર સુધી નવી પાઈપલાઈન માટે રૂ. 895.53 લાખના ખર્ચે કામગીરીને મંજૂરી
4 દિવસ પહેલા
પાટણપાટણમાં કપાસનો નીચો ભાવ: રૂ. 1812 થી હરાજી શરૂ થતા ખેડૂતોમાં રોષ
4 દિવસ પહેલા
