રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ27 ફેબ્રુઆરી, 2026| Super Admin

રાધનપુરમાં ડાયપર એજન્સીના નામે વેપારીને GST બિલ મોકલી રૂ.42,456ની છેતરપિંડી કરાઈ

રાધનપુરમાં ડાયપર એજન્સીના નામે વેપારીને GST બિલ મોકલી રૂ.42,456ની છેતરપિંડી કરાઈ

રાધનપુરમાં ડાયપરની એજન્સી આપવાના બહાને એક જનરલ સ્ટોરના વેપારી સાથે રૂ. 42,456ની છેતરપિંડી થઈ છે. આરોપીઓએ વેપારીને વિશ્વાસમાં લેવા માટે વોટ્સએપ પર ખોટું GST બિલ મોકલ્યું હતું, પરંતુ પેમેન્ટ મેળવ્યા બાદ કોઈ માલ મોકલ્યો ન હતો.આ અંગે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. રાધનપુરની શેરબાગ સોસાયટીમાં રહેતા અને મેઈન બજારમાં સ્વસ્તિક જનરલ સ્ટોર ધરાવતા મિલન ઠક્કર ગત 27 ડિસેમ્બર, 2025ના રોજ તેમની દુકાને હાજર હતા. તે સમયે તેમના મોબાઈલ પર હિમાંશુ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે પોતાની ઓળખ મેમીપોકો ડાયપરની એજન્સી આપનાર તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે તેનો સેલ્સમેન અગાઉ ઓર્ડર લઈ ગયો છે અને માત્ર પેમેન્ટ કરવાનું બાકી છે. ત્યારબાદ આરોપીએ 'શ્રી માર્કેટિંગ,નારોલ, અમદાવાદ ના નામનું રૂ.42,456 નું પ્રોફોર્મા ઇનવોઇસ (GST બિલ) વોટ્સએપ પર મોકલ્યું. આ બિલના આધારે વિશ્વાસમાંઆવીને વેપારીએ પોતા નીપત્ની ના HDFC બેંક ખાતામાંથી આરોપીએ આપેલા બેંક ખાતામાં પૂરેપૂરી રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. પેમેન્ટ કર્યા બાદ જ્યારે વેપારીએ માલ અંગે પૃચ્છા કરી,ત્યારે આરોપીએ જણાવ્યું કે માલ 'વિજયલક્ષ્મી ટ્રાન્સપોર્ટ'માં મોકલી આપ્યો છે. જોકે, રાધનપુર ખાતે તપાસ કરતા આવો કોઈ માલ આવ્યો ન હોવાનું જાણવા મળ્યું. વધુ તપાસ કરતા આરોપીએ તેના મેનેજર તરીકે પ્રતિક શાહ નામની વ્યક્તિનો નંબર આપ્યો, જેણે એજન્સી માટે વધુ રૂ. 34,000ની માંગણી કરી હતી. સતત વધુ નાણાંની માંગણી અને માલ ન મળતા વેપારીને શંકા ગઈ. અન્ય વેપારી મિત્રો સાથે વાત કરતા જાણવા મળ્યું કે આ લોકો ખોટા નામે ઠગાઈ કરી રહ્યા છે. ભોગ બનનાર વેપારીએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ રાધનપુર પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે હિમાંશુ અને પ્રતિક શાહ નામના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.    

ટેગ્સ:#radhanpur#GST bill

સંબંધિત સમાચાર