રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 જૂન, 2025| Super Admin

ઓપરેશન સિંદૂરની યાદમાં અંબાજી ખાતે બનશે સિંદૂર વન;૧૦૦૮ બહેનો દ્વારા એકસાથે સિંદૂર વૃક્ષનું કરશે વાવેતર

ઓપરેશન સિંદૂરની યાદમાં અંબાજી ખાતે બનશે સિંદૂર વન;૧૦૦૮ બહેનો દ્વારા એકસાથે સિંદૂર વૃક્ષનું કરશે વાવેતર

આગામી ૧૪ જૂન ૨૦૨૫ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં ભવ્ય "સિંદૂર વન" કાર્યક્રમ યોજાવાનો છે. આ પ્રસંગે ૧૦૦૮ બહેનો દ્વારા સિંદૂર વૃક્ષનું એકસાથે વૃક્ષારોપણ કરવામાં આવશે, જે શૌર્ય, આધ્યાત્મિક તથા પર્યાવરણ સંરક્ષણના દૃષ્ટિકોણે અનોખું પગલું સાબિત થશે. ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ના સન્માનમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે "સિંદૂર વન"નું નિર્માણ કરાશે. કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓની બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, “સિંદૂર વન કાર્યક્રમ એ માત્ર વૃક્ષારોપણ નથી, પણ તે શૌર્ય, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનાને ઉજાગર કરે છે. તેથી દરેક વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવાય તે માટે કલેક્ટર દ્વારા સબંધિત અધિકારીઓને સૂચન કરાયા હતા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, વન સંરક્ષક ચિરાગ અમીન, અધિક જિલ્લા કલેક્ટર સી.પી.પટેલ સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર