રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ11 જૂન, 2025| Super Admin

હારીજના કુકરાણા ગામે મંદીર ચોરીના બનાવને અંજામ આપી તસ્કરોએ મંદિરની તોડફોડ કરી

હારીજના કુકરાણા ગામે મંદીર ચોરીના બનાવને અંજામ આપી તસ્કરોએ મંદિરની તોડફોડ કરી
હારીજના કુકરાણા ગામના રબારી વાસના રહેણાંક મકાનની ખુલ્લી ઓસરીમાં સ્થાપિત વહાણવટી સિકોતર માતાજીના મંદિરને કોઈ તસ્કર ટોળકીએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ હારીજ ના કુકરાણા ગામના રબારી વાસના રહેણાંક મકાનની ખુલ્લી જગ્યામાં આવેલ વહાણવટી સિકોતર માતાજીના મંદિરને કોઈ તસ્કર ટોળકીએ નિશાન બનાવી મંદિરમાં રાખેલી દાન પેટીમાંથી રોકડ રકમ અને માતાજીના ચાંદીના છત્તરની ચોરી કરી લોખંડના હથિયાર વડે મંદિરને નુકસાન પહોંચાડી તસ્કરો ફરાર થઈ જતાં અને મોડી રાત્રે બનેલી. આ ઘટનાની જાણ સવારે કુટુંબીજનોને થતાં તેઓએ ઘટના સ્થળે દોડી આવી કુળદેવી માતાજીનું મંદિર જમીન દોસ્ત હાલતમાં જોઈને નાણેચા સમાજ અને પરિવારજનોની લાગણી દુભાઈ હતી.આ ધટના અંગે નાણેચા ગોવિંદભાઈએ હારીજ પોલીસને કરતાં પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ મંદિર ચોરીને અંજામ આપી મંદિરની તોડફોડ કરી પલાયન થયેલ તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર