અમેરિકા-ઈરાન યુદ્ધની અસર ડીસામાં: ગેસની અછત વચ્ચે વેપારીઓએ ફરી ધખધખાવ્યા 'દેશી ચૂલા'

ડીસાના નાસ્તા સંચાલકો 'આત્મનિર્ભર': ગેસના બાટલા ખૂટતા હવે લાકડાના બળતણથી ગરમાગરમ જલેબીઓ અને નાસ્તો તૈયાર કરાશે
અત્યારે વિશ્વભરમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની ચર્ચાઓ અને તેની અસરો જોવા મળી રહી છે. આ આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર હવે સ્થાનિક સ્તરે રસોડા અને હોટલ ઉદ્યોગ પર પડવા લાગી છે. બનાસકાંઠાના ડીસામાં ગેસની ભારે કટોકટી સર્જાતા વેપારીઓએ હવે ગેસ સિલિન્ડર છોડીને ફરી પરંપરાગત ચૂલા તરફ પ્રયાણ કર્યું છે. બદલાતા સમયની સાથે વેપારીઓએ મજબૂરીને તકમાં બદલી આત્મનિર્ભરતાનો નવો માર્ગ શોધી કાઢ્યો છે.
ડીસાના નાસ્તાના સ્ટોલ અને હોટલોમાં અત્યારે એક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. ગેસના અભાવે જ્યાં ધંધા ઠપ્પ થવાની ભીતિ હતી, ત્યાં હવે લોખંડના મોટા ચૂલાઓ ધખધખી રહ્યા છે. ગેસના ભાવમાં વધારો અને તેની અછતને પહોંચી વળવા માટે વેપારીઓએ 'દેશી જુગાડ' અપનાવ્યો છે.
આ અંગે મીઠાઈ ફરસાણના વેપારી કાળુભાઈ માળી એ જણાબયું હતું કે "ગેસની કટોકટીમાં ધંધો બંધ રાખવો પડે તેમ હતો, પણ અમે જૂની પદ્ધતિ અપનાવીને રોજગારી ટકાવી રાખી છે. ચૂલા પરની રસોઈ ગ્રાહકોને પણ પસંદ આવી રહી છે." જ્યારે ડીસામાં નાસ્તા વેપારી અમરતભાઈ પ્રજાપતિએ જણાવ્યું હ્યુ કે "અગાઉના સમયમાં જ્યારે ગેસ નહોતો ત્યારે આ જ ચૂલાઓ આશીર્વાદ સમાન હતા. આજે ફરી ઇતિહાસે કરવટ બદલી છે. હવે અમારે ગેસની અછતની ચિંતા કરવાની જરૂર નથી."
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઆવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ : શ્રાવણ માસને લઇ શિવભક્તોમાં અદમ્ય ઉત્સાહ
5 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજીમાં ધીમીધારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં : વાહનચાલકો પરેશાન
5 કલાક પહેલા
બનાસકાંઠામાલગઢ ખાતે ડીસા તાલુકા કક્ષાની વિશાળ તિરંગા યાત્રા નીકળી : સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું
5 કલાક પહેલા
બનાસકાંઠાકાંકરેજના ખીમાણા ગામે તિરંગા યાત્રા યોજાઈ
5 કલાક પહેલા
