રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા1 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાલનપુરના ચંડીસરમાં પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી

પાલનપુરના ચંડીસરમાં પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી
ચાર સંતાને માતાની છત્રછાયા ગુમાવતા આક્રંદ છવાયો હત્યારા સામે ગઢ પોલીસે મથકે ગુનો દાખલ કરાયો પાલનપુર તાલુકાના ચંડીસર ગામે વહેલી સવારે એક ઈસમે તેની પત્નિને તું કઇ કમાવી લાવતી નથી ઘર કામ સારી રીતે કરતી નથી અને છોકરાઓને સારી રીતે રાખતી નથી. તેમ કહી તેની સાથે ઝઘડો કરી તીક્ષ્ણ હથિયારના માથામાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે પત્નીના હત્યારા પતિ સામે ગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.  પાલનપુર તાલુકાના મડાણા (ડાંગીયા) ગામની ચકુબેન નામની મહિલાના પંદર વર્ષ અગાઉ ચંડીસર ગામે રહેતા દિલીપજી ઉર્ફે ગાભા મથુરજી ગાલવાડીયા ઠાકોર સાથે લગ્ન થયા હતા. આ દંપતીને ચાર સંતાન થયા હતા. જે વચ્ચે સોમવારે દિલીપજી ઉર્ફે ગાભાએ તેની પત્ની ચકુબેન સાથે તું કઇ કમાવી લાવતી નથી, ઘર કામ સારી રીતે કરતી નથી અને છોકરાઓને સારી રીતે રાખતી નથી તેમ કહી ઝગડો કરી આવેશમાં આવી તીક્ષ્ણ હથિયાર વડે ચકુબેનના માથામાં ઘા મારી માથું ફાડી નાંખતા લોહી લુહાણ હાલતમાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ચંડીસર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. જ્યા તેની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. જે અંગે મૃતકના ભાઇએ ગઢ પોલીસ મથકે દિલીપજી ઉર્ફે ગાભા મથુરજી ગાલવાડીયા વિરૂદ્ધ ગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરાવતા ગઢ પોલીસે હત્યારાને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.    

સંબંધિત સમાચાર