રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા20 એપ્રિલ, 2026| Super Admin

ડીસામાં માનવતા મહેકી: શિવસેવા સમિતિ દ્વારા કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે બચાવ અભિયાન

ડીસામાં માનવતા મહેકી: શિવસેવા સમિતિ દ્વારા કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે બચાવ અભિયાન

ડીસા વધતી જતી ગરમીના પારા વચ્ચે જ્યારે માનવી ત્રાહિમામ પોકારી ઉઠે છે, ત્યારે અબોલ પક્ષીઓની વ્હારે આવવા માટે શિવસેવા સમિતિ દ્વારા એક પ્રેરણાદાયી ભગીરથ કાર્ય કરવામાં આવ્યું. ડીસાના હાર્દ સમાન ફુવારા સર્કલ ચોકડી ખાતે સમિતિ દ્વારા પક્ષીઓ માટે નિ:શુલ્ક કુંડા અને પક્ષી ઘર વિતરણના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ઉનાળાની સિઝનમાં પક્ષીઓને પાણી અને આશરો મળી રહે તે હેતુથી સેંકડોની સંખ્યામાં કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શિવસેવા સમિતિના દરેક હોદ્દેદારો અને નિષ્ઠાવાન કાર્યકરોએ ખભેખભા મિલાવી સેવા આપી હતી.જનજાગૃતિ: માત્ર વિતરણ જ નહીં, પરંતુ દરેક નાગરિક પોતાના ઘરે પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરે તેવો સુંદર સંદેશ પણ પાઠવવામાં આવ્યો.

અબોલ પક્ષીઓની તરસ છિપાવવાનું આ કાર્ય ખરેખર વંદનીય છે. શિવસેવા સમિતિની આ પહેલથી ડીસાના અનેક પક્ષીઓને નવું જીવનદાન મળશે. શિવસેવા સમિતિના તમામ હોદ્દેદારોને તેમની આ નિઃસ્વાર્થ લોકસેવા અને જીવદયાના કાર્ય બદલ અનેકગણા અભિનંદન! આપનું આ કાર્ય અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.

સંબંધિત સમાચાર