રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 જુલાઈ, 2026| Super Admin

ડીસાની મોરથલ-ગોળીયા દૂધ મંડળીની સભામાં ભારે હોબાળો

ડીસાની મોરથલ-ગોળીયા દૂધ મંડળીની સભામાં ભારે હોબાળો

ગ્રામજનો અને પશુપાલકોના ચેરમેન અને મંત્રી સામે ગેરરીતિઓના ગંભીર આક્ષેપો 

ડીસા તાલુકાના મોરથલ-ગોળીયા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સામાન્ય સભા વિવાદનું કેન્દ્ર બની છે. ગ્રામજનો અને પશુપાલકોએ મંડળીના ચેરમેન અને મંત્રી પર મનસ્વી નિર્ણયો લેવા, પારદર્શિતાનો અભાવ અને હિસાબી ગેરરીતિઓના ગંભીર આક્ષેપો કર્યા છે.

77.jpg 200.12 KB
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, મંડળી દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને સભા બોલાવવામાં આવી હતી. સભ્યોને સમયસર જાણ કરવાને બદલે રાતોરાત એજન્ડા તૈયાર કરી લેવાયા હતા. આક્ષેપ છે કે, ચેરમેન ગોવિંદભાઈ જીવાજી સોલંકી અને મંત્રી દશરથભાઈ ભગવાજી ટાંકે અગાઉથી નક્કી કરેલા ઠરાવોને બનાસ ડેરીમાં મોકલી આપી પોતાનું પદ ટકાવી રાખવાની વ્યૂહરચના ઘડી હતી.વિવાદિત સભાના દિવસે ડેરીનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે સ્થાનિક પત્રકારો સ્થળ પર પહોંચ્યા, ત્યારે પણ દરવાજો ખોલવામાં આવ્યો નહોતો.

એક ગ્રામજને સભાની વિગતો આપતા જણાવ્યું હતું કે,સાડા સાત વાગ્યે મેસેજ મૂક્યો અને સવારે નવ વાગ્યે સભા હતી. મંત્રી અને ચેરમેને સભામાં આવીને કહ્યું કે, સાહેબને કામ છે અને તેઓ આવવાના નથી, તેથી સભા મૌખિક રાખો. માત્ર આટલું કહીને આખી કમિટી તત્કાલ ત્યાંથી રવાના થઈ ગઈ હતી. આ લોકો પહેલેથી જ મન બનાવીને બેઠા હતા.ગ્રામજનોનો વધુમાં આક્ષેપ છે કે બે વર્ષ પહેલાં ગામના વડીલોએ જે વ્યક્તિઓની નિમણૂક કરી હતી, તેમને પડતા મૂકીને પોતાના મળતિયાઓને કમિટીમાં સ્થાન આપી દેવાયું છે. મનસ્વી રીતે કરાયેલી આ નિયુક્તિઓ સામે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

આ સમગ્ર મામલે ડેરીના હોદ્દેદારો દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી. મંડળીની કાર્ય પદ્ધતિ પર ઉઠેલા આ ગંભીર સવાલો બાદ હવે બનાસ ડેરીના જવાબદાર અધિકારીઓ શું પગલાં લે છે અને આ મામલે કોઈ નિષ્પક્ષ તપાસ થાય છે કે કેમ ? તે જોવું રહ્યું.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર