રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 જાન્યુઆરી, 2025| Super Admin

બાળકો દ્વારા પતંગની દોરીનો ૧૩૫ કિલોગ્રામ નો વિશાળ ગુચ્છો ભેગો કરાયો...!!

બાળકો દ્વારા પતંગની દોરીનો ૧૩૫ કિલોગ્રામ નો વિશાળ ગુચ્છો ભેગો કરાયો...!!
ઉત્તરાયણ બાદ અનોખી રીતે પક્ષી બચાવો અભિયાન..! ઉત્તરાયણમાં લોકોએ પતંગ ઉડાડી ખુબ જ આનંદ માણ્યો છે. પરંતુ ઉત્તરાયણ બાદ ઘણી જગ્યાઓ પર દોરાના ગુચ્છનો જથ્થો જોવા મળે છે. જેમાં પક્ષીઓના ફસાવાની સંભાવના રહેલી છે. જેને કારણે ઉત્તરાયણ બાદ પણ નિર્દોષ પક્ષીઓના ઘાયલ થવાની સંભાવનાઓ રહેલી હોય છે. ત્યારે પાલનપુરનાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સાળવી (સ્વસ્તિક) પ્રા.શાળાનાં બાળકોએ અનોખો અભિગમ દર્શાવ્યો છે. આ બાળકો દ્વારા પોતાના ઘરની આસપાસ તેમજ પોતાના વિસ્તારનાં ધાબા ઉપર કે અન્ય જગ્યા ઉપર જ્યાં જ્યાં દોરાના ગુચ્છા જોવા મળે એને એકત્ર કરવાની કામગીરી કરી હતી. બાળકોએ દોરાનો ઘૂંચો ભેગો કરવાની કામગીરી કરી આ ગુચ્છાઓ શાળામાં ભેગા કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ બાળકો દ્વારા કુલ 135 કિલો થી પણ વધુ વજનનો ગુચ્છાનો એક વિશાળ ઢગ તૈયાર કરવામાં આવ્યો હતો.સાળવી પ્રાથમિક શાળા દ્વારા વધુમાં વધુ ગુચ્છાઓ લાવનાર તમામ બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં નરેશભાઈ ખોલવાડીયાએ વિશેષ ઉપસ્થિત રહી આ બાળકોને પોતાના સૌજન્યથી  સ્કૂલબેગ, ટિફિન બોક્સ, સ્પેશિયલ મીની ફોલ્ડિંગ બેગ અને બોલપેન નો સેટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

સંબંધિત સમાચાર