રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ11 નવેમ્બર, 2025| Super Admin

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની નવેમ્બર-ડીસેમ્બરમાં લેવાનારી પરીક્ષાઓનો પ્રારંભ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની નવેમ્બર-ડીસેમ્બરમાં લેવાનારી પરીક્ષાઓનો પ્રારંભ
ત્રણ તબક્કામાં 2.5 લાખ વિદ્યાર્થીઓ  પરીક્ષા આપશે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવેમ્બર-ડિસેમ્બર માસમાં લેવાનારી પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. કુલ ત્રણ તબક્કામાં આયોજિત આ પરીક્ષાઓમાં આશરે 2.50 લાખ વિદ્યાર્થીઓ 120 જેટલી પરીક્ષાઓ આપશે. પ્રથમ તબક્કાની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી. પરીક્ષાઓનો પ્રથમ તબક્કો તા. 11 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી ચાલશે. આ તબક્કામાં મુખ્યત્વે સ્નાતક કક્ષાના સેમેસ્ટર 5 અને અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર 5ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવાઈ રહી છે. ત્યારબાદ, પરીક્ષાઓનો બીજો તબક્કો તા. 25 નવેમ્બરથી શરૂ થશે, જેમાં સ્નાતક કક્ષાના સેમેસ્ટર 3ની પરીક્ષાઓ યોજાશે. ત્રીજા અને અંતિમ તબક્કામાં ડિસેમ્બર માસ દરમિયાન સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર 1 અને બાકી રહેલા વિવિધ સેમિસ્ટરની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. પરીક્ષાઓમાં ગેરરીતિઓ રોકવા માટે દરેક જિલ્લામાં બે સ્કવોડની રચના કરવામાં આવી છે, જેઓ પરીક્ષા કેન્દ્રો પર સરપ્રાઈઝ ચેકિંગ કરી રહી છે. પરીક્ષાના સેન્ટ્રલ ઓબ્ઝર્વેશન અંગે કો-એડિટર ડો. કે.કે. પટેલે જણાવ્યું હતું કે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને વિભાગોની ઓક્ટોબર-ડિસેમ્બર 2025ની પ્રથમ રાઉન્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે. યુજીમાં સેમેસ્ટર 5 અને પીજીમાં સેમેસ્ટર 5ના કુલ 34 કોર્સની પરીક્ષાઓ શરૂ થઈ છે.તમામ જિલ્લાઓમાં સેન્ટ્રલાઈઝ્ડ ઓબ્ઝર્વેશનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં હાલ 225 જેટલા ઓબ્ઝર્વર નિરીક્ષણની કામગીરી બજાવી રહ્યા છે. સેન્ટલાઈઝ્ડ રિસીવિંગની વ્યવસ્થાપણ છે, જ્યાં પરીક્ષાની સીલબંધ ઉત્તરવહીઓ યુનિવર્સિટી ખાતેના સ્ટ્રોંગ રૂમમાં રાત્રે સીલ કરવામાં આવે છે. વધુમાં, પાંચ જિલ્લાઓ અંતર્ગતની કોલેજોમાં ફ્લાઈંગ સ્કવોડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે કોલેજોમાં તપાસ કરી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું.    

સંબંધિત સમાચાર