રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા5 જુલાઈ, 2025| Super Admin

થરાદ-ધાનેરામાં ભારે વરસાદથી રેલ નદી બે કાંઠે થરાદ વિસ્તારનાં ગામમાં પાણી પ્રવેશ્યા

થરાદ-ધાનેરામાં ભારે વરસાદથી રેલ નદી બે કાંઠે થરાદ વિસ્તારનાં ગામમાં પાણી પ્રવેશ્યા
નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર,તલાટી કમ મંત્રીઓને એલર્ટ રહેવાની સુચના  બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. ધાનેરા તાલુકામાં ભારે વરસાદના કારણે રેલ નદીમાં નવા નીર આવ્યા છે. નદી હાલમાં બે કાંઠે વહી રહી છે. રેલ નદીના પાણી થરાદ તાલુકાના ડુવા સીમ વિસ્તારમાં પ્રવેશી ગયા છે. આ દૃશ્યોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. થરાદના અનેક ગામડાઓમાં પાણી ભરાયા છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ પાણીની સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. રેલ નદીના પાટામાં આવતા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે. ડુવા ગામના અગ્રણી અને ખેડૂત માંગીલાલ પટેલના જણાવ્યા મુજબ, ધાનેરા તરફથી આવેલા ભારે પાણી થરાદના ડુવા ગામમાં પહોંચ્યા છે. પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે. ખેડૂતોએ પહેલેથી જ પાક લઈ લીધો હોવાથી કોઈ નુકસાન થયું નથી. સતત પાણી વહેવાથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાની આશા છે.જ્યારે વિસ્તારના તલાટી કમમંત્રીઓને એલર્ટ રહેવાની પણ સુચના આપવામાં આવી છે. પાણી ધીમે ધીમે આગળ વધી રહ્યાં છે.

સંબંધિત સમાચાર