રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા10 માર્ચ, 2026| Super Admin

ડીસામાં ગરમીનો પ્રકોપ : 41.1 ડિગ્રી સાથે ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું

ડીસામાં ગરમીનો પ્રકોપ : 41.1 ડિગ્રી સાથે ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું
હવામાન વિભાગની હીટવેવની આગાહી વચ્ચે ડીસામાં સીઝનનું રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું; આગામી દિવસોમાં પારો હજુ ઊંચકાય તેવી શક્યતા સમગ્ર ગુજરાતમાં અત્યારે ઉનાળો આકરો બની રહ્યો છે, ત્યારે સરહદી જિલ્લાના મુખ્ય મથક એવા ડીસામાં ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મંગળવારે ડીસાનું તાપમાન 41.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા તે સમગ્ર ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર સાબિત થયું છે. એપ્રિલ માસની શરૂઆતમાં જ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચતા નગરજનો આકુળ-વ્યાકુળ થઈ ગયા છે. ​બપોરના સમયે રસ્તાઓ સુમસામ ​હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેની સીધી અસર ડીસામાં જોવા મળી રહી છે. મંગળવારે સવારથી જ સૂર્યનારાયણે આકરા તેવર બતાવ્યા હતા. બપોરના સમયે ગરમ પવનો (લૂ) ફૂંકાવાને કારણે શહેરના મુખ્ય માર્ગો પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ ગરમીથી બચવા માટે મોઢે રૂમાલ અને ચશ્માનો સહારો લેવો પડ્યો હતો.નિષ્ણાતોનું માનવું છે કે: હજુ તો એપ્રિલ મહિનાની શરૂઆત છે, ત્યારે જો અત્યારથી જ પારો 41 ડિગ્રીને વટાવી ગયો હોય, તો મે મહિનામાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આગામી 48 કલાકમાં તાપમાનમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે.​કાળઝાળ ગરમીને પગલે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને ખેત મજૂરો અને ખુલ્લામાં કામ કરતા લોકો માટે આ ગરમી જોખમી સાબિત થઈ શકે છે.    

સંબંધિત સમાચાર