રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 જુલાઈ, 2025| Super Admin

લાખણી તાલુકામાં ગ્રામ પંચાયતના ડે.સરપંચની ચૂંટણીનો ગરમાવો

લાખણી તાલુકામાં ગ્રામ પંચાયતના ડે.સરપંચની ચૂંટણીનો ગરમાવો
24 ગ્રામ પંચાયતના ડે. સરપંચની ચૂંટણી જાહેર,ગામોમાં ઉત્તેજના બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં 3 ગ્રામ પંચાયત સમરસ જાહેર થયા બાદ હવે 24 ગ્રામ પંચાયતના ડે.સરપંચની ચૂંટણી જાહેર થતા ભર ચોમાસે ગ્રામીણ વિસ્તારોમાં ફરી એકવાર રાજકીય ગરમાવો છવાયો છે. લાખણી તાલુકા પંચાયતમાંથી મળતી માહિતી મુજબ 10 જુલાઈના રોજ લાલપુર, લાખણી, ડેકા, આગથળા, માણકી, શેરગઢ, કૂવાણા, ડેરા, નાદલા, કાતરવા, ટરુવા અને ચિત્રોડા ગૃપ તથા 11 જુલાઈના રોજ કસળપુરા,ડોડીયા,ભેમાજી ગોળીયા, ભાકડીયાલ, સરકારી ગોળીયા, અમરપુરા,વકવાડા, લવાણા, ભીમગઢ તેમજ 14 જુલાઈના રોજ કેસરસિંહ ગોળીયા, વાસણા વાતમ અને અછવાડિયા ગ્રામ પંચાયતના ડે. સરપંચની ચૂંટણી યોજાશે.જેને લઈ આ ગામોમાં ફરી એકવાર રાજકીય ગરમાવો છવાયો છે. ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતોમાં સરપંચ ગામનો રાજા ગણાય છે. જે તલાટી સાથે મળી ગામનો વહીવટ કરે છે પણ સરપંચ અભણ કે વહીવટી કામોમાં પારંગત ન હોય તો ડે. સરપંચનું મહત્વ વધી જાય છે. તેમ છતાં ગામડાઓમાં ડે. સરપંચનું પદ પણ મોભાવાળું ગણાય છે. તેથી ડે. સરપંચની ચૂંટણીને લઈને પણ ગામડાઓમાં દાવપેચ અને કાવાદાવા શરૂ થઈ ગયા છે.

સંબંધિત સમાચાર