રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય26 ડિસેમ્બર, 2024| Super Admin

ઉત્તરાખંડમાં હૃદયદ્રાવક અકસ્માત મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખાઈમાં પડી ત્રણ મુસાફરોના મોત

ઉત્તરાખંડમાં હૃદયદ્રાવક અકસ્માત મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખાઈમાં પડી ત્રણ મુસાફરોના મોત

ઉત્તરાખંડમાંથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા ભીમતાલમાં મુસાફરોને લઈ જઈ રહેલી રોડવેઝની બસ ઊંડી ખીણમાં પડી ગઈ છે. પોલીસે કહ્યું છે કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ મુસાફરોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. નૈનીતાલના એસએસપી પ્રહલાદ મીનાએ કહ્યું છે કે ભીમતાલમાં રોડવેઝની બસ ખાડામાં પડી જવાથી ઘણા લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે બચાવ ટીમો મોકલવામાં આવી રહી છે. રાજ્ય એસડીઆરએફ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઉત્તરાખંડમાં ભીમતાલ પાસે મુસાફરોથી ભરેલી બસ 1500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. મળતી માહિતી મુજબ, બસ અલ્મોડાથી હલ્દવાની જઈ રહી હતી અને અકસ્માત સમયે તેમાં 27 મુસાફરો સવાર હતા. જેમાંથી ત્રણના મોત થયા છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ નૈનીતાલ અને ખૈરનાથી બે SDRF ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અકસ્માત અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

સંબંધિત સમાચાર