રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા23 નવેમ્બર, 2024| Super Admin

દાંતામાં ઝડપાયેલા ત્રણ બોગસ તબીબો મુદ્દે આરોગ્ય વિભાગનો તપાસનો આદેશ

દાંતામાં ઝડપાયેલા ત્રણ બોગસ તબીબો મુદ્દે આરોગ્ય વિભાગનો તપાસનો આદેશ

અંતરિયાળ વિસ્તારમાં બોગસ તબીબોનો રાફડો: ગુજરાતમાં અનેક એવા ડોકટરો સામે આવતા હોય છે. જેમની પાસે કોઈપણ ડિગ્રી ના હોવા છતાં આવા ડોકટરો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી મોટી રકમ પડાવી પ્રેક્ટિસ કરીને પેટિયું રળતા જોવા મળે છે. બોગસ ડીગ્રી વાળા આવા બોગસ ડોક્ટરો વિરુદ્ધ અનેકવાર આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા બામોદરા ગામમાંથી ત્રણ બોગસ ડોકટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. 

દાંતા તાલુકામાં કમ્પાઉન્ડર માંથી તબીબ બની બોગસ પ્રેક્ટિસ કરતાં ત્રણ બોગસ ડોક્ટરો ઝડપાયા હતાં. જ્યાં એસઓજી, આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમે રેડ કરી દાંતા તાલુકાના મોટા બામોદરામાંથી ત્રણ બોગસ તબીબોને ઝડપી લીધા હતાં. જ્યાં પોલીસે સ્થળ ઉપરથી 99 હજારની એલોપેથીક દવાનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. અને આ ત્રણ બોગસ ડોકટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલમાં કમ્પાઉન્ડરની નોકરી કરી આંતરરિયાળ વિસ્તારમાં ડોકટરોના બોર્ડ મારીને ખુલ્લેઆમ દવાખાના ખોલીને પ્રેક્ટિસ કરતાં જોવા મળી રહ્યા છે. અને આવા બોગસ ડોકટરો ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરીને ઉઘાડી લૂંટ ચલાવતાં ત્રણ તબીબોને ઝડપી પાડતાં બોગસ પ્રેક્ટિસ કરતાં તબીબોમાં સોપો પડી ગયો છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે દાંતા વિસ્તારના ઘોડા પી.એચ.સી. વિસ્તારમાંથી આ તબીબો પકડાયા છે. બનેલ ઘટના બની છે.જે મુદ્દે મેડિકલ ઓફિસર અને એસ.ઓ.જી. ટિમ સાથે કાર્યવાહી કરેલી છે.નિયમ મુજબ તપાસના આદેશ કરી આગળની કાર્યવાહી હાથ ધરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીશું.

સંબંધિત સમાચાર