રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા7 નવેમ્બર, 2025| Super Admin

પેપળુ મઠ નકળંગ ધામના મહંત પદે હરદેવપુરીજી મહારાજની ચાદરવિધિ થઇ

પેપળુ મઠ નકળંગ ધામના મહંત પદે હરદેવપુરીજી મહારાજની ચાદરવિધિ થઇ
કારભારી તરીકે દર્શનપુરી મહારાજ  બિરાજમાન થયા : મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંતો મહંતોએ આશીર્વાદ આપ્યા પેપળુ મઠ નકળંગ ધામના મહંત બાબુપુરીજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ તેઓના સ્થાને નવા મહંત તરીકે હરદેવપુરીજી મહારાજની ચાદર વિધિ કરી તેઓની સર્વ સંમતિ મહંત પદે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કારભારી તરીકે સ્વામી દર્શનપુરીજી ગુરુ બાબુપુરીજી મહારાજની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અનેક મઠોના સંતો મહંતો અને વિવિધ ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પેપળુ મઠ નકળંગ ધામના મહંત બાબુપુરીજી ગુરૂ જાલણપુરીજી મહારાજ ગતરોજ મંગળવાર ના બ્રહ્મલીન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. તેમની સમાધિ ગોપાલપુરી મહારાજની જગ્યામાં કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને આજરોજ શુક્રવારના શંભુલોટ પ્રસંગે વિવિધ જગ્યાઓના મઠાધિશો પીઠાધીશો સંતો મહંતો સાધુઓ અને ગૌસ્વામી સમાજ સહિત બનાસકાંઠા જિલ્લાના સાંસદ અને ધારાસભ્યો તથા વિવિધ સમાજના રાજકીય સામાજિક સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં સેવક ગણ એ હાજરી આપી શ્રદ્ધાંસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે વિવિધ આગેવાનોએ કહ્યું હતું કે બ્રહ્મલીન મહંત બાબુપુરીજી મહારાજની આ વિસ્તાર માટે કાયમી ખોટ વર્તાશે. નવા ગાદીપતિ મહંત અને કોઠારી મહારાજને પેપળુ ગ્રામજનોએ વધાવ્યા પેપળુ નકળંગ ધામના મહંત બાબુપુરીજી મહારાજ બ્રહ્મલિંન થયા બાદ નવા ગાદીપતિ મહંત તરીકે હરદેવ પુરી મહારાજાને કોઠારી તરીકે દર્શનપૂરી મહારાજની સંતો મહંતો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ચાદરવિધિ થતા સમગ્ર સેવકગણ અને ગ્રામજનો દ્વારા તેમને ગાદી પર બિરાજમાન કરી તેઓનું સન્માન કર્યું હતું.    

સંબંધિત સમાચાર