રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા24 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસામાં કરોડોના ખર્ચે નિર્માણ પામતા સરકારી કેમ્પસમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી

ડીસામાં કરોડોના ખર્ચે નિર્માણ પામતા સરકારી કેમ્પસમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી
ખુલ્લા ટ્રેક્ટરો અને સુરક્ષાના બોર્ડનો અભાવ: કામકાજ અર્થે આવતા અરજદારોના જીવ જોખમમાં ડીસામાં સરકારી તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મામલદાર કમ્પાઉન્ડમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કેમ્પસનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જોકે, આ પ્રોજેક્ટમાં કામ કરી રહેલા કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાના નિયમોના લીરેલીરા ઉડાડવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. નિર્માણ સ્થળ પર સુરક્ષાની કોઈ પણ દરકાર લીધા વિના કામગીરી થતી હોવાથી અહીં આવતા અરજદારો અને સામાન્ય જનતામાં ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે કોઈપણ મોટા નિર્માણ સ્થળ પર 'સેફટી ફર્સ્ટ'ના નિયમ મુજબ સુરક્ષાના બોર્ડ, બેરિકેડિંગ અને સાવચેતીની સૂચનાઓ હોવી અનિવાર્ય છે. પરંતુ ડીસાના આ કેમ્પસમાં​સુરક્ષા બોર્ડનો અભાવ જોવા મળે છે.જોકે થોડા સમય અગાઉ આ કેમ્પસના ખાડામાં એક ગાય પડી જતા જીવદયા પ્રેમીઓએ મહામુસીબતે બહાર કાઢી હતી. હાલમાં કામગીરી ચાલુ હોવા છતાં ક્યાંય પણ ભય સૂચક બોર્ડ કે રેલિંગ લગાવવામાં આવી નથી.બાંધકામની સામગ્રી ભરેલા ખુલ્લા ટ્રેક્ટરો કોઈ પણ જાતની સુરક્ષા જાળી કે ઢાંકણ વગર અવરજવર કરી રહ્યા છે, જેમાંથી પથ્થર કે રેતી ઉડવાથી અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે. આ જ પરિસરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી હોવાથી રોજના સેંકડો અરજદારો પોતાના કામ માટે આવતા હોય છે. વહીવટી તંત્રના નાકની નીચે જ કોન્ટ્રાક્ટર દ્વારા લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે ? કરોડોના કોન્ટ્રાક્ટ લેનાર એજન્સીઓ સામાન્ય સેફટી ગિયર્સ કે બોર્ડ પાછળ કેમ ખર્ચ નથી કરતી ? સ્થાનિક લોકો અને અરજદારોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે સ્થળ તપાસ કરે અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે. જો આગામી દિવસોમાં સુરક્ષાના સાધનો અને આડશ ઊભી કરવામાં નહીં આવે, તો કોઈ ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.    

સંબંધિત સમાચાર