રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 જૂન, 2026| Super Admin

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 'વિશ્વ સાયકલ દિવસ'ની ભવ્ય ઉજવણી

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 'વિશ્વ સાયકલ દિવસ'ની ભવ્ય ઉજવણી

દાંતીવાડા ખાતે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એસ. ડી. સોલંકી ની પ્રેરણા તેમજ નિયામક, વિદ્યાર્થી કલ્યાણ ડૉ. કે.પી.ઠાકરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અવસરે સંશોધન નિયામક ડૉ. એચ. એસ. ભદોરિયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. પી. એસ. પટેલ સહિત યુનિવર્સિટીના અધિકારીઓ, ડીન ઓ, એન.એસ.એસ. અને એન.સી.સી.ના અધિકારીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

યુનિવર્સિટી દ્વારા ગ્રીન કેમ્પસ પહેલ અંતર્ગત તમામ મહાવિદ્યાલયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ કરી પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અનુરોધને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ પેદાશોનો કાર્યક્ષમ ઉપયોગ થાય અને વિદ્યાર્થીઓ તંદુરસ્ત રહે તે હેતુથી આ ઉજવણી યોજાઈ હતી.

કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી સાયકલ રેલીમાં 700 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને લોકોમાં પર્યાવરણ જાગૃતિ તેમજ ઇંધણ બચતનો સંદેશ ફેલાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નિયામક, વિદ્યાર્થી કલ્યાણની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર