રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા23 જુલાઈ, 2025| Super Admin

ડીસા મામલતદાર કચેરીમાં સરકારી સાધનો ખાય છે ધૂળ; સરકારનો લાખોનો ખર્ચ પાણીમાં

ડીસા મામલતદાર કચેરીમાં સરકારી સાધનો ખાય છે ધૂળ; સરકારનો લાખોનો ખર્ચ પાણીમાં
પ્રજાની સુખાકારી માટે ફાળવેલ કિંમતી સાધનો કાટમાળમાં ફેરવાયા; સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે લાખો રૂપિયાના ખર્ચે ઉપલબ્ધ કરાવાતી સાધન સામગ્રી સરકારી કર્મચારીઓની બેદરકારીને કારણે બિનઉપયોગી બની રહી હોવાનો આઘાતજનક કિસ્સો ડીસામાં સામે આવ્યો છે. ડીસા મામલતદાર કચેરીની અગાસી પર લાખો રૂપિયાના સરકારી સાધનો વરસાદ અને તડકામાં ધૂળ ખાઈ રહ્યા છે, જે સરકારી તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મામલતદાર કચેરીની અગાસીમાં કોરોનાકાળ દરમિયાન સરકાર દ્વારા ટેમ્પરેચર માપવા માટે ફાળવવામાં આવેલી થર્મલ ગન, હેન્ડ ગ્લોવ્ઝ અને ફેસ માસ્ક જેવી કીટ પેટીપેક હાલતમાં ખુલ્લામાં પડી છે. આમાંથી મોટાભાગની કીટ તો સીલબંધ છે અને તેના કવર પણ ખોલવામાં આવ્યા નથી. લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ફાળવવામાં આવેલી આ કીટ્સનો ઉપયોગ થયો ન હોવાથી તેનો હેતુ માર્યો ગયો છે. આ ઉપરાંત, કોમ્પ્યુટરના સાધનો જેવા કે પ્રિન્ટર, મોનીટર, સીપીયુ, કીબોર્ડ, અને હાર્ડ ડિસ્ક જેવી ચીજવસ્તુઓ પણ રિપેરિંગ કરાવવાની જગ્યાએ ખુલ્લામાં ફેંકી દેવામાં આવી છે. વરસાદ અને ગરમીના કારણે આ લાખો રૂપિયાની સાધનસામગ્રી સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગઈ છે. જો સમયસર આ સાધનોનું સમારકામ કરવામાં આવ્યું હોત, તો સરકારના હજારો રૂપિયા બચી શક્યા હોત. સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે ફાળવવામાં આવેલા આ સાધનો લોકો સુધી પહોંચી શક્યા નથી અને સરકારી કર્મચારીઓની બેદરકારીના કારણે પ્રજાના ટેક્સના  રૂપિયા વેડફાઈ રહ્યા છે. આ ઘટના સરકારી તંત્રની નિષ્ક્રિયતા અને જવાબદારીના અભાવને ઉજાગર કરે છે. પ્રજાના પૈસાનો આ રીતે વ્યય થતો અટકાવવા માટે સરકારે અને તંત્રે ગંભીરતાથી ધ્યાન આપવું અત્યંત જરૂરી છે.

સંબંધિત સમાચાર