રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 માર્ચ, 2026| Super Admin

ડીસાની કંકાવટી સોસાયટીમાં ગેસ સિલિન્ડર લીક થતા આગ લાગી : ઘરવખરી બળીને ખાખ

ડીસાની કંકાવટી સોસાયટીમાં ગેસ સિલિન્ડર લીક થતા આગ લાગી : ઘરવખરી બળીને ખાખ

બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક એવા ડીસા શહેરમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. શહેરની સ્પોર્ટ્સ ક્લબ પાછળ આવેલી કંકાવટી સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં અચાનક ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકી ઉઠી હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવતા મોટી જાનહાનિ ટળી હતી. ​મળતી માહિતી મુજબ, કંકાવટી સોસાયટીમાં રહેતા દિનેશભાઈ મશરૂભાઈ સોલંકીના મકાનમાં રસોઈ બનાવતી વખતે અથવા અન્ય કોઈ કારણસર ગેસ સિલિન્ડરમાં અચાનક આગ લાગી હતી. આગને કારણે  આસપાસના રહીશોમાં ફાળ પડી હતી. ઘટનાની જાણ તાત્કાલિક ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરોને કરવામાં આવતા ​કોલ મળતા જ ડીસા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને આગ પર કાબૂ મેળવ્યો હતો ફાયર ટીમની ત્વરિત કાર્યવાહીને કારણે આગ વધુ  ફેલાતી અટકી હતી. ​આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગયા બાદ અને પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાની ખાતરી કર્યા પછી ફાયરની ટીમ પરત ફરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ઘરવખરીને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.      

સંબંધિત સમાચાર