રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા7 જાન્યુઆરી, 2026| Super Admin

ઊંઝા શહેરમાં ઠેર ઠેર કચરિયાની ઘાણીઓ ધમધમી ઉઠી

ઊંઝા શહેરમાં ઠેર ઠેર કચરિયાની ઘાણીઓ ધમધમી ઉઠી

ઊંઝા શહેરમાં બનતું કચરિયું ઉત્તર ગુજરાતમાં મશહુર છે. એશિયાના નંબર વન ગણાતા ઊંઝા માર્કેટ વાડમાં મસાલા માર્કેટ હોવાથી તલની આવક વધુ થાય છે. જેને લઈ ઊંઝામાં ઠેરઠેર કચરિયાની ઘાણીઓ શરૂ થઇ છે. ઊંઝાના કચરિયાની ગુજરાતના ખૂણેખૂણે માંગ રહે છે. કચરિયુએ શિયાળાનું મિસ્ટાન માનવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડી શરૂઆત થતાં જ કચરીયું બજારમાં પોતાનું આગવું સ્થાન મેળવી છે. શિયાળામાં કચરિયું ખાવાના અનેક લાભો પણ છે. ત્યારે આપણા  ઉત્તર ગુજરાતમાં નામના મેળવી ચૂકેલા ઊંઝાના કચેરિયાની ખુબજ ડિમાન્ડ છે. હાલ ઊંઝા શહેરનાં બજાર વિસ્તાર સરદાર ચોકથી લઈ ગાંધીચોક સુધીનાં વિસ્તારમાં ઠેરઠેર કચરિયાની ધાણીઓ શરૂ થઇ છે. શિયાળામાં કચરિયું સ્વસ્થ માટે ફાયદાકારક છે. ગરમ મસાલાવાળું કચરિયું સ્વસ્થ માટે ગુણકારી માનવામાં આવે છે. શિયાળામાં કચરિયું સ્વાસ્થ માટે એનર્જી બુસ્ટર છે. ઊંઝા શહેરમાં હાઇવેથી લઈ સ્ટેશન રોડ સહિત અલગ અલગ જગ્યાએ કુલ 25 થી વધુ ઘાણીઓ ધમધમી રહી છે. આ બે માસનો સિઝનેબલ ધંધો છે. કચેરીયાની  ઘાણી પર રોજનું 500 થી 600 કિલોનું કચરિયાનું વેચાણ થાય છે. જ્યાં ઊંઝા શહેર સહિત તાલુકાના લોકો આ વસાણાનો ઉપયોગ કરે છે. રમેશભાઇ તલાટીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઘરાકી ઓછી છે. ભાવમાં રૂપિયા 200 થી 260 સુધીનો કચરીયાનો ભાવ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ખજૂર પાક તેમજ મેથી પાકના લાડુ અને વિવિધ ચીકીઓનું વેચાણ કરીએ છીએ.    

સંબંધિત સમાચાર