થરાદના શિવનગર વિસ્તારમાં એક ઘરમાંથી 1.465 કિલોગ્રામ સુકો ગાંજો ઝડપાયો હતો. આ ગાંજો સફેદ પ્લાસ્ટિકની થેલીમાં કટ્ટામાં ભરેલો હતો. તેની કિંમત 14,650 થાય છે. આરોપી જગદીશપુરી ગૌસ્વામીએ પોલીસને જણાવ્યું હતું કે, તેને ગાંજાનું વ્યસન છે. તેથી તેણે સાબરકાંઠાના પોશીનાથી ગાંજો લાવ્યો હતો. થરાદ પોલીસને સોમવારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે થરાદના શિવનગર વિસ્તારમાં રહેતા જગદીશપુરી દેવપુરી ગૌસ્વામીનાં રહેણાંક ઘરમાં સવારે 11 વાગ્યે રેડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જગદીશપુરી દેવપુરી ગૌસ્વામીનાં ઘરમાંથી એક પ્લાસ્ટીકના કટ્ટામાં સફેદ પ્લાસ્ટીકની થેલીમાં ભરેલો રૂપિયા 14,650 ની કિંમતનો 1.465 કિલોગ્રામ સુકો ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે જગદીશપુરી દેવપુરી ગૌસ્વામી અટકાયત કરી હતી. ઘટના સ્થળે એફ.એસ.એલ. અધિકારી ડી.એમ.પટેલે પરીક્ષણ કરતા તેમાં કેનાબીસના સક્રિય ઘટકો હોવાનું જાણવા મળ્યું હતું. જગદીશપુરી દેવપુરી ગૌસ્વામી કબૂલ્યું હતું કે, ગાંજો રમેશભાઈ આદિવાસી(રહે,પોશીના જી. સાબર કાંઠા)પાસેથી લાવ્યો હતો.પોલીસે રૂપિયા 19,650 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
થરાદમાં શીવનગરથી માદક પદાર્થ ગાંજો ઝડપાયો આરોપીની અટકાયત

ટેગ્સ:#tharad#legal action#Shivnagar#addiction#Criminal Investigation#Police Raid#Drug Enforcement#Community Safety#Narcotics Control#Ganja seizure#Tharad Police#Substance Abuse#Cannabis#FSL Testing#Poshina
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસામાં ઉત્તર પોલીસનું ટ્રાફીક જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા પાલિકાની લાલઆંખ: રખડતા ઢોરના ત્રાસ સામે સઘન ઝુંબેશ શરૂ
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: તમામ બેઠકો પર 'ક્લીન સ્વીપ'
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા દક્ષિણ પોલીસની મોટી સફળતા: ૧૦૦થી વધુ CCTV ચકાસી લૂંટનો અનડીટેક્ટ ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાયો
2 દિવસ પહેલા
