રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા28 માર્ચ, 2025| Super Admin

ડીસામાં પાટણ હાઇવેને જોડતો રોડ ખોદી નાખતા હોબાળો

ડીસામાં પાટણ હાઇવેને જોડતો રોડ ખોદી નાખતા હોબાળો
રહીશોએ નર્મદા પાઈપલાઈનનું કામ અટકાવ્યું; ગુરુવારે સવારે ડીસા પાટણ હાઈવેથી વીરેન પાર્ક જતા રોડ ઉપર નર્મદાની પાઇપ લાઈન નાખવા માટે રોડ તોડવાનું શરુ કરાતા પાલિકાના આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ તેમજ રહીશોએ ભેગા મળી આ કામ બન્ધ કરાવ્યું હતું. નર્મદાના પાણીની પાઇપ લાઈન નાખવા માટે હાલમાં ડીસાના પાટણ હાઈવેથી ખોડિયાર પાર્લર અને ત્યાંથી હવાઈ પિલ્લર સુધી રોડ તોડી પાઇપ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે ડીસા નગરપાલિકાએ 15 દિવસ પહેલા જ વીરેન પાર્ક અને રત્નાકર સોસાયટી આગળનો ડામર રોડ સરફેરસીંગ કરી તેનું નવીનીકરણ કર્યું હતું પણ 15 દિવસમાં જ આ રોડ તોડવાનો વર્ક ઓર્ડર પાલિકા દ્વારા કઈ રીતે અપાયો? તે પણ એક સવાલ છે. જોકે આ બાબતે આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈએ જણાવ્યું હતું કે પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ ચલાવી લેવાય નહીં અને નગરપાલિકાએ આ બાબતનો વર્ક ઓર્ડર કઈ રીતે આપ્યો? તે પણ એક સવાલ છે અને પાઇપ નાખવાની હતી તો રોડ કેમ બનાવ્યો? આમ પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ કરી શકાય નહીં. જેથી કરીને અત્યારે અમોએ કામગીરી અટકાવી છે. વધુમાં અહીં પાઇપો મૂકી આ રોડ આવન જાવન માટે બંધ કરેલ છે. જેથી હાલમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પણ બહુજ તકલીફ પડે તેમ છે. કોઈપણ સુચના વગર આ કામગીરી શરુ કરેલ છે. જેમાં ડીસા નગરપાલિકાના કોઈ કર્મચારી હાજર હતા નહી તેમ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર