રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા13 એપ્રિલ, 2026| Super Admin

ગાંધીનગર સાયબર સેન્ટરનું મોટું ઓપરેશન : આંતરરાજ્ય સાયબર ગેંગનો પર્દાફાશ, પાલનપુરના 2 સહિત 16 આરોપીઓને ઝડપી પાડ્યા

ગાંધીનગર સાયબર સેન્ટરનું મોટું ઓપરેશન : આંતરરાજ્ય સાયબર ગેંગનો પર્દાફાશ, પાલનપુરના 2 સહિત 16 આરોપીઓને ઝડપી પાડ્યા

375 ગુના આચરી કુલ રૂ.77 કરોડની છેતરપીંડી

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા દેશવ્યાપી સાયબર ફ્રોડ ગેંગનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનું મહત્વપૂર્ણ કનેક્શન બહાર આવ્યું છે. પોલીસે વડોદરા, પાલનપુર અને ગોવા ખાતે એક સાથે દરોડા પાડી કુલ 16 આરોપીઓની ધરપકડ કરી છે.

માહિતી અનુસાર, પાલનપુરમાંથી મીત શ્રીમાળી અને મેહુલ સોલંકી નામના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જે ગેંગના નેટવર્કમાં સક્રિય ભૂમિકા ભજવતા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે પાલનપુર સહિતના વિસ્તારોમાંથી મ્યુલ એકાઉન્ટ્સ (બેંક ખાતાઓ) ઉભા કરીને ગેરકાયદેસર નાણાંની હેરફેર કરવામાં આવતી હતી.આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 15 લેપટોપ, 87 મોબાઇલ ફોન, 126 સિમકાર્ડ, 2 રાઉટર, 15 ડેબિટ કાર્ડ અને 4 કોરા ચેક સહિતનો ડિજિટલ પુરાવાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ તમામ સાધનોનો ઉપયોગ દેશભરમાં સાયબર છેતરપિંડી માટે થતો હતો.

તપાસ મુજબ, ગેંગે અત્યાર સુધીમાં દેશભરમાં 375 જેટલા સાયબર ગુનાઓ આચરી અંદાજે રૂ.77 કરોડની છેતરપિંડી કરી છે. તેઓ ખોટી પેઢીઓ ઉભી કરી અથવા નિર્દોષ લોકોના નામે બેંક ખાતાઓ ખોલાવી તેમાં રકમ ટ્રાન્સફર કરતા અને બાદમાં આ નાણાંને ડોલર કે ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી વિદેશ મોકલી આપતા હતા.વિવેક ભેડા (એસ.પી., સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ) એ જણાવ્યું હતું કે આ ગેંગનું નેટવર્ક આંતરરાજ્ય સ્તરે ફેલાયેલું છે અને હજુ વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ અજાણ્યા વ્યક્તિને લાલચમાં આવી પોતાના બેંક ખાતાનો ઉપયોગ કરવા ન આપે. તેમજ શંકાસ્પદ કોલ, લિંક કે મેસેજથી સાવચેત રહેવું અને સાયબર ફ્રોડનો ભોગ બનતા જ તાત્કાલિક હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો. આ ઘટનાએ પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લામાં સાયબર ગુનાઓ પ્રત્યે ચિંતા વધારી છે અને લોકોમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે.

સંબંધિત સમાચાર