પાલનપુર-અમદાવાદ હાઈવે પર ઇસબી પુરા પાટિયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રોડ સફાઈના કામ માટે જઈ રહેલા શ્રમિકોને લઈ જતી ટ્રેક્ટર-ટ્રોલીને એક જીપે પાછળથી ટક્કર મારતાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં એક 8 વર્ષનું બાળક અને એક આધેડનો સમાવેશ થાય છે. આ શ્રમિકો રોડ સફાઈનું કામ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ કરુણ ઘટના બની હતી. બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાલનપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે.
પાલનપુર-અમદાવાદ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બેના મોત, 4 ઘાયલ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાબાળકોને ચારિત્ર્યના પાઠ ભણાવતો શિક્ષક જ નીકળ્યો હનીટ્રેપનો મુખ્ય સૂત્રધાર..!
13 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં "જય રણછોડ માખણ ચોર" નો નાદ ગુંજી ઉઠ્યો
13 કલાક પહેલા
બનાસકાંઠાકુંપટ ગામે શીતળા સાતમે ભક્તિમય માહોલ, માતાજીના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ
13 કલાક પહેલા
બનાસકાંઠાલાખણીના ગેળા ગામે જર્જરિત વીજ થાંભલો, વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ
13 કલાક પહેલા
