અમીરગઢ તાલુકાના સુરેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનઅંતર્ગત એક વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં કુલ 27 સગર્ભા મહિલાઓની મફત અને સંપૂર્ણ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.આ તપાસમાં બ્લડ પ્રેશર, વજન, ઊંચાઈ, પેટની તપાસ અને વિવિધ લેબોરેટરી પરીક્ષણોનો સમાવેશ થતો હતો. કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જોખમી ગર્ભાવસ્થાને ઓળખીને જરૂરી માર્ગદર્શન અને સારવાર પૂરી પાડવાનો હતો. તપાસ બાદ તમામ મહિલાઓને આયર્ન અને કેલ્શિયમની ગોળીઓનું વિતરણ પણ કરાયું હતું.પૂરક આહાર તરીકે, સુરેલા પીએચસીનાએએએમ કંસારા ખાતે ફરજ બજાવતા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એમપીએચડબલ્યુ અભુ ચૌધરી દ્વારા દરેક સગર્ભા માતાને અડધો ડઝન કેળા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અજાપુર મોટા ખાતે ફરજ બજાવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ઓમ પ્રકાશ ગેહલોત દ્વારા માતાઓને બિસ્કિટનું વિતરણ કરાયું હતું.આ કાર્યક્રમનું આયોજન અમીરગઢના તાલુકા આરોગ્ય અધિકારીના આદેશ અને મેડિકલ ઓફિસર ડૉ. સુરેશ પરમારના માર્ગદર્શન હેઠળ કરાયું હતું.સુરેલાના જીતુભાઈ પરમાર, સ્ટાફ બ્રધર આકાશભાઈ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુરેલાના તમામ સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.
અમીરગઢ તાલુકાના સુરેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુરેલા પીએચસી ખાતે 27 સગર્ભાઓની તપાસ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
2 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
2 દિવસ પહેલા
