અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી રૂ. 3.49 લાખથી વધુ કિંમતનો 21 પેટી દારૂ મળી આવ્યો હતો. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને દારૂ તથા બસ સહિત કુલ રૂ. 18.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.અમીરગઢ પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.ડી. ગોહિલને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજસ્થાનના આબુરોડ તરફથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસને ચેકપોસ્ટ પર રોકવામાં આવી હતી.પોલીસે બસની ડેકીમાં તપાસ કરતા પાર્સલ મળી આવ્યા હતા. આ પાર્સલો ખોલીને તપાસ કરતા તેમાંથી વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 21 પેટીઓ મળી આવી હતી, જેમાં 864 બોટલો હતી. આ દારૂની કિંમત રૂ. 3,49,777 આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત, પોલીસે ટ્રાવેલ્સ બસ પણ જપ્ત કરી હતી. આમ, દારૂ અને બસ સહિત કુલ રૂ. 18,89,777 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસે બસના ડ્રાઈવર ભાગીસ્થરામ મોનારામ મુગનારામ બિશ્નોઈ (ઉં.વ. 38, રહે. ભોજાસર, તા. લોદી, જિ. જોધપુર, રાજસ્થાન) અને ક્લીનર રામકિશન કૈવરૂરામ ભાખરરામ બિશ્નોઈ (ઉં.વ. 27, રહે. પોખરણ, જિ. જેસલમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે.આ બંને આરોપીઓ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમો 6, 65એઈ, 116(બી), 83, 81, 98(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો આપનાર અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.
અમીરગઢ બોર્ડર પરથી ખાનગી બસમાંથી લાખોનો દારૂ ઝડપાયો

સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
2 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
2 દિવસ પહેલા
