રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા3 જાન્યુઆરી, 2026| Super Admin

પાલનપુરમાં નાની બજારના રહેણાંક મકાનમાંથી જુગાર રમતા ઈસમો ઝડપાયા

પાલનપુરમાં નાની બજારના રહેણાંક મકાનમાંથી જુગાર રમતા ઈસમો ઝડપાયા
પોલીસે પાંચને રૂ. 62,870 ના મુદામાલ સાથે ઝડપ્યા બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે પાલનપુરના નાની બજાર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામ પર રેડ કરી 5 ઇસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે ચાર ઈસમો નાસી છૂટ્યા હતા. જેને લઇ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા પોલીસ અધિક્ષકના દારૂ જુગારની પ્રવૃત્તિને ડામવા અંગે કડક કાર્યવાહીની સુચના  અન્વયે બનાસકાંઠા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના માણસો પાલનપુર શહેરના પૂર્વ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન ખાનગી રાહે  મળેલ બાતમી આધારે પોલીસે  નાની બજાર હુસેની ચોક શાહુફલીમાં રહેતા સિકંદરખાન  બિસ્મિલ્લાખાન નાગોરી ના મકાનમાં રેડ કરતા  રેડ દરમિયાન પાંચ ઈસમોને રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ 62,870/-  ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જોકે ચાર ઈસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે પૂર્વ પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જુગાર રમતા પકડાયેલા ઈસમો પોલીસની રેડ દરમિયાન બીપીનભાઇ મફતલાલ પ્રજાપતિ (રહે. 73 નંદ સોસાયટી, કુબેરનગરની સામે,આકેસણ રોડ, અમદાવાદ હાઇવે પાલનપુર), રીઝવાન ઉર્ફ દાદા હમીદખાન નાગોરી (રહે.નાગોરી વાસ, કંસારા શેરી, હુસૈની ચોક પાલનપુર), ઇમરાન ઇસ્માઇલભાઇ સિંધી (રહે.જુના ડાયરા, ખોખરવાસ, પાલનપુર), અબ્બાસભાઇ ઉર્ફ ખલીફા અબ્દુલરહેમાન ખલીફા (રહે.ફોફળીયો કુવો,જુનાડાયરા,ખોખરવાસ, તા.પાલનપુર), અજરૂદ્દીન ઉર્ફ બાલી ઇકબાલભાઇ સલાટ (રહે.ભક્તોની લીંબડી, જમાદારનો વાસ તા.પાલનપુર) ને પકડી પાડયા હતા.    

સંબંધિત સમાચાર