રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 જુલાઈ, 2026| Super Admin

જુનાડીસામાં મકાનમાંથી 2.61 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

જુનાડીસામાં મકાનમાંથી 2.61 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના જુનાડીસા ગામમાં આવેલા નવાપુરા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને બંધ મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ 960 બોટલ અને ટીનનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે જુનાડીસા ગામના નવાપુરા વિસ્તારમાં આવેલા બે બંધ મકાનોમાં દરોડો પાડવામાં આવ્યો હતો.તે દરમિયાન આ મકાનોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની નાની-મોટી બોટલો તેમજ ટીન મળી કુલ 960 નંગ જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત 2,61,504 રૂપિયા થવા જાય છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે જુનાડીસા ખાતે રહેતો અજયજી કેશાજી ઠાકોર આ મકાનોમાં દારૂનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતો હતો. દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો, જેથી પોલીસે તેની વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર