રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ24 જૂન, 2025| Super Admin

પાટણમાં સૌ પ્રથમ વાર શ્રી જગન્નાથ ભગવાન મંદિર ખાતે ૨૧ કિલો સુકા મેવા નો મનોરથ કરાયો

પાટણમાં સૌ પ્રથમ વાર શ્રી જગન્નાથ ભગવાન મંદિર ખાતે ૨૧ કિલો સુકા મેવા નો મનોરથ કરાયો
સુકા મેવાના મનોરથ નો શ્રી જગન્નાથ ભકતોએ લ્હાવો લઈ ધન્યતા અનુભવી; ધર્મની નગરી પાટણ શહેરના આગણે જગતના નાથ ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે થી આગામી તા. ૨૭ મી જુનને અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભારતના ત્રીજા નંબર ની અને ગુજરાતના બીજા નંબરની શ્રી જગન્નાથ ભગવાન,ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી ની ૧૪૩ મી રથયાત્રા ને લઇ સમગ્ર શહેરમાં ભક્તિ નો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ૧૪૩ મી અષાઢી બીજની રથયાત્રા ને લઇ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક ઉત્સવો સાથે વિવિધ વાનગીના મનોરથો નું આયોજન કરવામાં આવ્યું હોય સોમવારે સૌ પ્રથમ વખત અષાઢી બીજની ઉજવણી ના ઉપલક્ષ્યમાં ભગવાન સન્મુખ ૨૧ કિલો સુકા મેવાનો મનોરથ કરવામાં આવ્યો હતો. જેમાં કાજુ, બદામ,પિસ્તા,અખરોટ, અંજીર, કાળી- સફેદ દ્રાશ થી ભગવાન ના ગભૅ ગૃહ ને સજાવવામાં આવ્યો હતો. આ સુકા મેવા ની સજાવટમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત જગન્નાથ ભકતો સાથે મંદિર ના પુજારી સહભાગી બન્યા હતા.જગન્નાથ મંદિર ખાતે આયોજિત સુકા મેવા ના મનોરથ ના દર્શન કરી સૌ જગન્નાથ ભકતોએ જઞતનાથ ના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.

સંબંધિત સમાચાર