રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 મે, 2026| Super Admin

ડીસામાં નકલી ઘીના ફેક્ટરી પર ત્રાટકી ફૂડ વિભાગની ટીમ, લાખોનો મુદ્દામાલ જપ્ત

ડીસામાં નકલી ઘીના ફેક્ટરી પર ત્રાટકી ફૂડ વિભાગની ટીમ, લાખોનો મુદ્દામાલ જપ્ત

ડીસામાં રૂ. ૮.૨૮ લાખનું શંકાસ્પદ ઘી સીઝ

તંત્ર દ્વારા ‘પરિવાર’, ‘કવિરાજ’ અને ‘શ્રેષ્ઠ’ બ્રાન્ડના ઘીના નમૂના લઈ ૧૪૪૪ કિલો જથ્થો જપ્ત,લેભાગુઓમાં ફફડાટ

ડી એટલે કે ડુપ્લીકેટ અને મિલાવટ મામલે બદનામ બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ રોકવા અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (પાલનપુર વર્તુળ) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ડીસાની ત્રણ અલગ-અલગ પેઢીઓ પર દરોડા પાડી અંદાજિત રૂ. ૮,૨૮,૪૯૦/- ની કિંમતનો ૧૪૪૪ કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવતા ફૂડ માર્કેટના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

    ​પાલનપુર વર્તુળ કચેરીના સિનિયર ફૂડ સેફટી ઓફિસર એચ.વી. ગુર્જર, એમ.એલ. ગુર્જર અને કુ. ઇ.એસ. પટેલની ટીમે ડીસા વિસ્તારમાં ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સંબંધિત પેઢીઓ કોઈપણ માન્ય લાયસન્સ કે પરવાનગી વિના ધંધો કરી રહી હતી. ​તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં મુખ્યત્વે ત્રણ પેઢીઓ નિશાન પર રહી હતી. જે બાબતે ​ફૂડ સેફટી ઓફિસર એમ.એલ. ગુર્જર દ્વારા શંકાસ્પદ જણાયેલા ઘીના કુલ ચાર નમૂનાઓ ‘ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬’ હેઠળ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. રિપોર્ટ આવ્યા બાદ જો ભેળસેળ સાબિત થશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.​હાલમાં તંત્ર દ્વારા તમામ જથ્થો સીઝ કરી જવાબદારો સામે કાયદેસરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તંત્રની આ આકરી કાર્યવાહીથી બજારમાં નકલી કે શંકાસ્પદ ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે.

કોની સામે કાર્યવાહી ?

(1) મે. તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ (લાલચંદ એ. પંચીવાલા) પરિવાર કાઉ ઘી ૪૪૮ કિગ્રા રૂ.૨,૬૮,૮૦૦/-

(2) બહુચર ડેરી પ્રોડક્ટ (નિકુંજભાઈ ડી. મોદી) કવિરાજ કાઉ ઘી ૪૪૯ કિગ્રા રૂ.૨,૫૧,૪૪૦/-

(3) મે. જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ (રાહુલકુમાર ડી. પાવાલા) શ્રેષ્ઠ કાઉ ઘી ૫૪૭ કિગ્રા

સંબંધિત સમાચાર