રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ28 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ ના વારાહી ખાતે પાંચ મિઠાઈ-ફરસાણની દુકાનો પર ખોરાક અને ઔષધ નિયમન ની ટીમે તપાસ હાથ ધરી

પાટણ ના વારાહી ખાતે પાંચ મિઠાઈ-ફરસાણની દુકાનો પર ખોરાક અને ઔષધ નિયમન ની ટીમે તપાસ હાથ ધરી
શંકાસ્પદ જણાયેલી મિઠાઈ અને નાસ્તાની ચીજ-વસ્તુઓનો ફૂડ સેફ્ટી ઓફિસરે સ્થળ પર નાશ કર્યો; પાટણ ની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ગતરોજ જિલ્લાના વારાહી ખાતે અલગ-અલગ પાંચ મિઠાઈ બનાવતી અને વેચતી પેઢી ઉપર ઓચિંતી તપાસ હાથ ધરી વિવિધ મિઠાઈના નમૂનાઓ લઈ એનાલિસીસ માટે સરકારી લેબોરેટરી  માં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર ની તપાસ  દરમ્યાન શંકાસ્પદ જણાયેલી મિઠાઈ અને નાસ્તાની ચીજવસ્તુઓનો ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. પાટણ ખોરાક અને ઔષધ નિયમન વિભાગ ના અધિકારીઓ સહિત ની ટીમે વારાહી ખાતે નીસાઈ સ્વીટ માર્ટ માથીમાવા બર્ફી (લૂઝ), રસ મધુર સ્વીટ માર્ટ  માથી માવો (લૂઝ),અને ૪૦ કિલો માવો (ખોયા) સ્થળ પર જ નષ્ટ કરેલ હતો. જયારે જય અંબે નાસ્તા હાઉસ માથી મોહનથાળ (લૂઝ) અને આશરે ૧૦ કિ.ગ્રા.ગાંઠિયા,૧૦ કિ.ગ્રા. પાપડી અને ૨ કિ.ગ્રા.ખાંડની સિરપ સ્થળ પર જ નષ્ટ કરી હતી.તો રામદેવ સ્વીટ માર્ટ અને સદારામ સ્વીટ માટૅ માથી પેડા (લૂઝ) જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહીનો હેતુ તહેવારોની મોસમ દરમ્યાન ગ્રાહકોને ગુણવત્તા સભર અને સુરક્ષિત મિઠાઈ ઉપલબ્ધ કરાવવાનો હોવાનું ટીમે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર