રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા10 મે, 2025| Super Admin

ડીસાના વડલી ફાર્મ ખાતે થી ફટાકડાનું ગોડાઉન ઝડપાયું; ૨૭ લાખનો મુદ્દામાલ કબજે

ડીસાના વડલી ફાર્મ ખાતે થી ફટાકડાનું ગોડાઉન ઝડપાયું; ૨૭ લાખનો મુદ્દામાલ કબજે
પોલીસે કુલ રૂપિયા ૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો; ડીસા શહેરમાં થોડા સમય પહેલા જીઆઈડીસી નજીક થયેલા ભયાનક ફટાકડા બ્લાસ્ટની ઘટના બાદ પણ કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ફટાકડાનો વેપાર કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ડીસા તાલુકા પોલીસે બાતમીના આધારે વડલી ફાર્મ રોડ પર એક ગોડાઉનમાં તપાસ કરતા ફટાકડાનો ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગોડાઉનમાંથી આશરે રૂ.૨૭લાખની કિંમતના ફટાકડાનો મોટો જથ્થો કબજે કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસની ટીમે વડલી ફાર્મ રોડ પર આવેલા એક ગોડાઉન પર અચાનક દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન પોલીસને ગોડાઉનની અંદર થી મોટી સંખ્યામાં ફટાકડાના બોકસ મળી આવ્યા હતા. આ સ્થળેથી ગણતરી કરતા આશરે ૩૦૦ કાર્ટૂન ફટાકડા મળી આવ્યા છે. જેમાં અંદાજે ૬૫૦ જેટલા નાના પેકેટનો સમાવેશ થાય છે. પોલીસે તાત્કાલિક આ તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો જેની અંદાજિત કિ.રૂ.૨૭ લાખ જેટલી થાય છે. પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરીને કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડીસા જીઆઈડીસી નજીક થયેલા બ્લાસ્ટ કાંડ બાદ તમામ ફટાકડાના ગોડાઉનના પરવાના રદ કરી દેવામાં આવ્યા હતા. તેમ છતાં આ ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો ભરેલો હતો. પોલીસે ગોડાઉનના સંચાલકો મુકેશ નારણભાઈ ઠક્કર, નિલેશ ભાગચંદ ગુરનાની અને ભૂપતજી શંકરજી ઠાકોરની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ગોડાઉનમાં કેટલો સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી. આ ફટાકડાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેઓ આ ફટાકડા કઈ રીતે અને ક્યાં વેચતા હતા. પૂછપરછ બાદ ડીસા રૂરલ પોલીસ આ મામલે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે ડીસાના ફટાકડાના ગોડાઉનમાં થયેલા ભયાનક બ્લાસ્ટ કાંડની તપાસ હજુ ચાલી રહી છે અને આ ઘટનામાં સંડોવાયેલા લોકો સામે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આ નવા ગેરકાયદેસર ગોડાઉનનો પર્દાફાશ થવાથી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થાય છે.

સંબંધિત સમાચાર