રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 મે, 2026| Super Admin

દાંતાના પૌરાણિક અંબાજી મંદિરમાં મોડી રાત્રે આગ ભભૂકી

દાંતાના પૌરાણિક અંબાજી મંદિરમાં મોડી રાત્રે આગ ભભૂકી

આગ પ્રસરતા અંબા મહેલ ફિલ્મ સિટીનો કેટલોક ભાગ બળીને ખાખ 

દાંતાના દરબાર ગઢમાં આવેલા પૌરાણિક અંબે માતાના મંદિરની છત પર મોડી રાત્રે અંદાજે બે વાગ્યે આગ લાગી હતી. આગની વિકરાળ જ્વાળાઓ ઝડપથી પ્રસરી હતી.આ આગ મંદિર પરિસરમાં આવેલ ફિલ્મ સિટી 'અંબા મહેલ' સુધી પહોંચી હતી.જેમાં ફિલ્મસિટીનો કેટલોક ભાગ પણ આગની ઝપેટમાં આવી ગયા હતા, જેમાં એક ઓરડો બળીને ખાખ થઈ ગયો હતો. 

દાંતામાં ફાયર ફાઈટરની સુવિધાના અભાવને કારણે વિકરાળ આગ વધુ પ્રસરી હતી. અંબાજીથી  મંદિર ટ્રસ્ટના ફાયર બ્રિગેડની ગાડી રાત્રે અંબાજીથી દાંતા પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા.

સ્થાનિક લોકોએ પણ આગ જોઈને તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પાણી છાંટીને આગ બુઝાવવામાં મદદ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી. પ્રાયમરી ધોરણે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે.

સંબંધિત સમાચાર