રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ17 માર્ચ, 2025| Super Admin

ચાણસ્મા ના સેલાવી ગામના માગૅ પરની પેપર મીલમા કચરો સળગાવતા ત્રણ ખેતરોમા આગ લાગી

ચાણસ્મા ના સેલાવી ગામના માગૅ પરની પેપર મીલમા કચરો સળગાવતા ત્રણ ખેતરોમા આગ લાગી
ખેતરમાં વાવેતર કરેલ મેથીના પાક બળીને ખાખ થતાં ખેડૂતો ભારે નુકશાન; પાટણ જિલ્લાનાચાણસ્મા તાલુકાના સેલાવી રોડ પર આવેલી પેપર મિલમાં કચરો સળગાવવાથી મીલની આસપાસના ખેતરોમાં આગ લાગતા ખેડૂતો ને ભારે નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. તો આ આગના કારણે ધૂમાડાના ગોટેગોટા ઉચા આકાશ મા ઉઠતા અફડા તફડી સાથે લોકોના ટોળા ધટના સ્થળે ઉમટી પડયા હતાં. અને આ આગને કાબૂમાં લેવા ફાયર વિભાગ ને જાણ કરવાની સાથે સ્થાનિક પાણીના ટેન્કરો મારફતે આગ ઓલવવા કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી માહિતી મુજબ ચાણસ્મા તાલુકાના સેલાવી માગૅ પર આવેલ પેપર મિલમાં એકત્ર કરાયેલા કચરો કોઈ કારણસર રવિવારે  સળગાવતા આગના તણખા નજીકના ખેતરમાં ભેગો કરેલા મેથીના પાક પર પડ્તા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને એક પછી એક એમ ત્રણ ખેતરોમાં આગ ફેલાઈ ગઈ હતી. આ આગ ઘટનાથી વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તો આગ લાગેલ ખેતરના ખેડૂત પટેલ ભરતભાઈ કાશીરામના જણાવ્યા મુજબ, તેમના અને તેમના પડોશી નવનીતભાઈના બે-બે વીઘા તેમજ અનિલભાઈના દોઢ વીઘા ખેતરમાં મેથીનું વાવેતર કરવામાં આવ્યું હતું. આગની ઘટનામાં ત્રણેય ખેડૂતોને અંદાજે દોઢ લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ભરતભાઈ અને અન્ય બે ખેડૂતોને 50-50 હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું તેઓએ જણાવ્યું હતું. લણણીની તૈયારીમાં રહેલો મેથીનો આખો પાક આગમાં બળીને ખાક થઈ ગયો હોય ખેડૂતો ને ભારે નુકશાન સાથે આ ઘટના પેપર મિલ દ્વારા યોગ્ય સાવચેતી વગર કચરો સળગાવવાને કારણે બની હોવાના આક્ષેપ ઉઠવા પામ્યાં છે.

સંબંધિત સમાચાર