રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા23 મે, 2025| Super Admin

ડીસા જીઆઇડીસીમાં સાબુની ફેક્ટરીમાં આગ; પેકિંગ મટીરીયલ બળીને ખાખ

ડીસા જીઆઇડીસીમાં સાબુની ફેક્ટરીમાં આગ; પેકિંગ મટીરીયલ બળીને ખાખ
શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન; ડીસા જીઆઈડીસી માં સાબુ અને પાવડર બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આગના કારણે ફેક્ટરીમાં રાખેલો પેકિંગનો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. જેથી વેપારીને મોટું નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ નાયબ કલેકટર નેહાબેન પંચાલ, ડીવાયએસપી સી. એલ. સોલંકી, નગરપાલિકાનો સ્ટાફ, અને ફાયર વિભાગની ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ડીસા નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી નરેશ પરમાર સહિત ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, ડીસા જીઆઇડીસીમાં જુદીજુદી  ફેક્ટરીમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોવા છતાં, જીઆઇડીસી માં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી. જો જીઆઇડીસીમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો હોત તો કદાચ આટલું મોટું નુકસાન થતું અટકાવી શકાયું હોત અને આગને વહેલી તકે કાબૂમાં લઈ શકાઈ હોત. તાજેતરમાં જ ડીસા જીઆઇડીસી માં ગેરકાયદેસર રીતે ચાલતા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ અને આગની ઘટના બની હતી. ત્યારે આ ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટીના અભાવનો મુદ્દો ફરી એકવાર સામે લાવ્યો છે.

સંબંધિત સમાચાર