ચાણસ્માની કે.એ.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલની કોમ્પ્યુટર લેબમાં મંગળવારે અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં લેબમાં રાખેલા 15 કોમ્પ્યુટર સેટ બળીને ખાખ થઈ જતાં અંદાજે 7 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સ્કૂલ સંચાલકોએ જણાવ્યું હતું. શાળાના સેવક મંગળવારે સવારે 9 વાગ્યાના સુમારે સ્કૂલ ખોલવા આવ્યા ત્યારે કોમ્પ્યુટર લેબ માંથી ધુમાડો નીકળતો જોયો હતો. તેમણે બૂમાબૂમ કરતાં આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ શાળાની ફાયર લાઈનનો ઉપયોગ કરીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.
ચાણસ્માની ગર્લ્સ સ્કૂલની કોમ્પ્યુટર લેબમાં શોર્ટ સર્કિટથી આગ, ₹૭ લાખનું નુકસાન

ટેગ્સ:#patan
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણના સિદ્ધિ સરોવર સુધી નવી પાઈપલાઈન માટે રૂ. 895.53 લાખના ખર્ચે કામગીરીને મંજૂરી
4 દિવસ પહેલા
પાટણપાટણમાં કપાસનો નીચો ભાવ: રૂ. 1812 થી હરાજી શરૂ થતા ખેડૂતોમાં રોષ
4 દિવસ પહેલા
