રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 મે, 2025| Super Admin

લાખણી પંથકમાં આખલા ઉપર એસિડ હુમલાનો ઉગ્ર વિરોધ

લાખણી પંથકમાં આખલા ઉપર એસિડ હુમલાનો ઉગ્ર વિરોધ
જીવદયા અને ગૌ પ્રેમીઓમાં ઉગ્ર રોષની લાગણી છવાઈ; બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દેવીનો દરજ્જો ધરાવતી અબોલ ગાય માતાઓ અને ગૌવંશ ઉપર હિંસક હુમલાના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થવા પામ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં થરાદ- ડીસા હાઇવે ઉપર એસિડ હુમલાથી કણસતી હાલતમાં એક આખલો મળી આવ્યો હતો. જેથી દોડી આવેલી ગૌસેવા ટીમે મહા મહેનતે આખલાને કાબુમાં લઈ સારવાર અર્થે ખસેડયો હતો.બનાવના પગલે જીવદયા અને ગૌ પ્રેમીઓની લાગણી ઘવાઇ છે. થરાદ- ડીસા હાઇવે ઉપર એસિડ હુમલામાં ગંભીર હદે ઘવાઈને રીબાતા આખલાની જાણ થતાં ગૌસેવા ટીમ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આખલાને બાંધીને સારવાર અર્થે ખસેડયો હતો.પરંતુ માતાનો દરજ્જો ધરાવતી ગાયો અને ગૌવંશ ઉપર હુમલાના વધી પડેલા બનાવોથી જીવદયા અને ગૌ પ્રેમીઓની આંતરડી કકળી ઉઠી હતી. તેથી અબોલ જીવો ઉપર હુમલા કરતા પાપીઓને ખુલ્લા પાડવા કાર્યકરોએ આગથળા પોલીસ મથકે લેખિતમાં જાણ કરી આખલા ઉપર અમાનુષી અત્યાચાર ગુજારનાર નરાધમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.

સંબંધિત સમાચાર